ગુજરાતનાં આ આઠ જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી: અમદાવાદ-વડોદરાને પણ ઘમરોળશે મેઘરાજા

Rain

Gujarat Weather : છેલ્લા કેટલાય સમયથી વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કચ્છ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંતસ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

જાણો કઈ તારીખે કયા કેટલો પડશે વરસાદ 

1 જુલાઈએ ધોધમાર વરસાદની આગાહી કરતા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પાટણ, મોરબી, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લાઓના લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું.

2 જુલાઈના દિવસે, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, કચ્છ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે.

3 જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે પડશે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયના અન્ય જિલ્લામાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણામાં ધીમીધારે વરસાદ પડવાના એંધાણ.

4 જુલાઈના રોજ વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની સ્થિતિ હળવી રહેશે.

5 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાયના અન્ય જિલ્લામાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ નહીવત પ્રમાણમાં વરસાદી અસર રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો