મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ! શિંદેના મિશન-100થી વધી ભાજપની ચિંતા

Eknath Shinde

Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીને લઈને તૈયાર શરુ દીધી છે, ત્યારે શિવસેના પાર્ટીના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મજબૂત તૈયારી કરવાની સાથે 100 બેઠકો પર પાર્ટીના ઉમેદવારો ઉતારવાના મૂડમાં છે. પરંતુ હજુ સુધી બેઠકોના વહેંચણીને લઈને કોઈ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ, એકનાથ શિંદેની તૈયારી સામે ભાજપની મુશ્કેલી વધી શકે છે.

શિવસેનાની ચૂંટણી લડવાની તૈયારી

મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને મહા વિકાસ આઘાડી (MVA) બંનેના ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને આંતરીક વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે. NDAના ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જોડાયેલી છે. આ દરમિયાન એકનાથ શિંદેની શિવસેના પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં 100 ઉમેદવાર ઊભા રાખવાની તૈયારીમાં છે. તેવામાં બેઠકોની વહેંચણી પહેલા શિવસેના પાર્ટીના આ નિર્ણય સામે ગઠબંધનને ગઈ દિશામાં લઈ જાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી

શિંદેની નજર 100 બેઠકો પર

મહારાષ્ટ્રની ગઈ ચૂંટણીમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે જોવા મળ્યાં હતા. તેવામાં એ સમયે જીત મેળવેલી 65 બેઠકો પર શિંદેની નજર લાગે છે. 2019માં ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધનમાં હતા ત્યારે શિવસેના પાર્ટી 127 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી શિંદેની નજર 100 બેઠકો પર છે. જેમાં જીત મેળવેલી 65 બેઠકોની સાથે-સાથે બીજા સ્થાને આવતી 56 બેઠકો પર શિંદેની બાજ નજર છે.

વિધાનસભા ક્ષેત્રની તપાસ કરવા પાર્ટીના કાર્યકર્તા, નેતા, મંત્રીઓને મોકલા

મહારાષ્ટ્ર વિધાનસભા ક્ષેત્રની તપાસ કરવા માટે શિંદેએ તેની પાર્ટીના કેટલાક કાર્યકર્તા, નેતા, મંત્રીઓને નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પાર્ટી દ્વારા કરવામાં આવેલી તપાસના રિપોર્ટ શિંદેની આપવામાં આવશે. રિપોર્ટના આધારે કયા વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી કેટલી મજબૂત રહેશે તેનો અંદાજો લગાવવામાં આવશે. જેના આધારે પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને અંતિમ નિર્ણય કરવામાં આવશે.

ભાજપ 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના મૂડમાં

કેટલાક દિવસો પહેલા અજિત પવારે અમિત શાહ સાથે મુલાકાત કરીને બેઠકોની વહેંચણી અંગે વાત કરવામાં આવી હતી. તેવામાં ભાજપ 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના મૂડમાં છે. આ દરમિયાન શિંદેની 100 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારને લઈને ગઠબંધનમાં ભારણ કરી શકે છે.

આ પણ વાંચો : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાનું ચાર મહિનામાં રાજીનામું, ગેહલોત-પાયલટ અંગે ચોંકાવનારા દાવા

મહારાષ્ટ્રમાં હાલની શું છે સ્થિતિ

મહારાષ્ટ્રમાં હાલની સરકારમાં ભાજપના 105, અજિત પવારની એનસીપીના 42 અને શિવસેના પાર્ટીના 40 ધારાસભ્યો ફરજ પર છે. મહારાષ્ટ્રમાં સત્તામાં આવવા માટે  144 બેઠકોની જરૂર પડે છે. જ્યારે આ આંકડો કોઈ એક પાર્ટીના હિસ્સામાં નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો