ભારતને મળ્યો અમેરિકન સાંસદનો સાથ, યુએસ સંસદમાં પાકિસ્તાન-ચીનને ઝટકો આપતું વિધેયક રજૂ કર્યું


વૉશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અંગે અમેરિકાએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમ છતાં ત્યાંના સાંસદો ભારતને પ્રાથમિકતા આપવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. અમેરિકાના એક સાંસદે સેનેટમાં એક વિધેયક રજૂ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેકનોલોજી શેર કરવાની બાબતમાં ભારતની સાથે અમેરિકાએ તેના સાથી દેશો જાપાન, દ.કોરિયા અને નાટો દેશો જેવો વ્યવહાર રાખવો જોઈએ.

‘...તો અમેરિકાએ પાકિસ્તાનને સહાય આપવાની બંધ કરવી જોઈએ’

ફલોરિડાના સેનેટર માર્કો રૂબીયોએ ગુરૂવારે આ વિધેયક સેનેટમાં રજૂ કર્યું હતું. તેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં વિશેષત: જમ્મૂ અને કાશ્મીરમાં કોઈપણ રીતે આતંકવાદને પ્રોત્સાહન આપે કે તેને સહાય કરતું જોવા મળે તો પાકિસ્તાનને અપાતી અમેરિકાની સહાય બંધ જ કરવી જોઈએ.

‘જો ભારત રશિયન ઉપકરણોનો ઉપયોગ કરે તો...’

આ વિધેયકમાં તેવી પણ માગણી કરવામાં આવી છે કે ભારત જો રશિયન ઉપકરણોનો ઉપયોગ કરે તો પણ તેને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવી જોઈએ. આ બિલને ઇન્ડિયા-ડીફેન્સ પાર્ટનર શિપ એક્ટ કહેવામાં આવે છે. તેનો હેતુ દ્વિપક્ષીય સહયોગ વધારવાના છે. અમેરિકાના આ સાંસદ માને છે કે ભારત ચીનની વધતી જતી આક્રમકતાનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાએ ભારત સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર

આ વિધેયકમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે ભાગીદારી મજબૂત કરવા માટે અમેરિકાએ ભારત સાથે રણનીતિક, રાજદ્વારી, આર્થિક અને સેનાકીય સંબંધો મજબૂત કરવાની જરૂર છે. ચીન તરફથી ભારત ઉપર વધતા ખતરાનો સીધો સંકેત આપતાં તે વિધેયકમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ભૂમિ અને સમુદ્રની સીમા પર વધતા ખતરા અંગે ભારતને સમર્થન કરવું તે સીમાઓનું ઉલ્લંઘન કરવાવાળા દેશોની કાર્યવાહી રોકવા માટે ભારતને જરૂરી સંરક્ષણ સહાય આપવી જોઈએ.

આ વિધેયકમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા અપાયેલાં શસ્ત્રો અને ઉપકરણોનો હિસાબ માંગવામાં આવે, જેથી ભારત વિરૂદ્ધ આતંકવાદને પુષ્ટિ આપવા માટે તેનો તે ઉપયોગ ન કરી શકે. અમેરિકાએ પાકિસ્તાનનાં તે કરતૂતોનું લિસ્ટ બનાવવું જોઈએ કે જેમાં તેણે ભારત વિરુદ્ધ આક્રમક વળતો ઉપયોગ કર્યો હોય તેમાં પ્રોક્સી-વૉર પણ સમાવિષ્ટ કરવામાં આવે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો