અમેરિકામાં ફરી પાર્ટી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 લોકોનાં મોત, 19થી વધુ ઈજાગ્રસ્ત થતાં હડકંપ
US Firing News | અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ જાણે હવે સામાન્ય બનતી જઇ રહી છે જેને લઈને સામાન્ય નાગરિકોની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે. તાજેતરનો મામલો ફરી એક પાર્ટીમાં અંધાધૂંધ ગોળીબારનો છે. જેમાં 2 લોકોનાં મોત થયા છે જ્યારે 19થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે.
પાર્ટીમાં ગોળીબારથી અફરા તફરી મચી
મિશિગન સ્ટેટ પોલીસના અહેવાલ અનુસાર આ ઘટના રવિવારે સવારે બની હતી. મોટાભાગના લોકો ગોળી વાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા છે. અંધાધૂંધ ગોળીબારને પગલે પાર્ટીમાં એકાએક અફરા તફરી મચી ગઇ હતી. જોકે પોલીસે આ મામલે અત્યાર સુધી કોઇ ધરપકડ કરી નથી. મિશિગન અને ડેટ્રોઈટની પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી
ડેટ્રોઈડ પોલીસે જણાવયું કે હાલમાં આ મામલે ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે અને તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ રહી છે. અઠવાડિયાના અંત સુધીમાં તેના વિશે રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. આ સાથે વધતી જતી ફાયરિંગની ઘટનાઓને પગલે ડેટ્રોઈડ પોલીસ ડિપાર્ટમેન્ટ આ પ્રકારની બ્લૉક પાર્ટીઓ મામલે એક નવી રણનીતિ તૈયાર કરવા પર કામ કરી રહી છે અને આવતીકાલે તે મેયરની સાથે એક બ્રીફિંગ દરમિયાન તેના વિશે ચોક્કસ માહિતી રજૂ કરશે.
Comments
Post a Comment