વર્લ્ડ કપમાં ફજેતી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મોટી કાર્યવાહી, 2 દિગ્ગજોની કરી હકાલપટ્ટી

Pakistan Cricket Team

Wahab Riaz and Abdul Razzaq Sacked : તાજેતરમાં જ યોજાયેલા વર્લ્ડકપ-2024માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની જોરદાર ફજેતી થઈ હતી. બાબર આજમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. આ દરમિયાન સૌથી ચોંકાવનારી વાત છે કે, અમેરિકા જેવી ટીમ સામે પાકિસ્તાનની શરમજનક હાર થઈ હતી. હવે આ ફજેતી બાત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ મોટી કાર્યવાહી કરી છે.


પીસીબે રિયાઝ અને રઝાકની કરી હકાલપટ્ટી

પીસીબીએ પૂર્વ ક્રિકેટર વહાબ રિયાઝ અને ઑલરાઉન્ડર અબ્દુલ રઝાકની હકાલપટ્ટી કરી દીધી છે. પીસીબીની પસંદગી સમિતિમાંથી આ બંને દિગ્ગજોને હાંકી કઢાયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સોંપો પડી ગયો છે. આ બંને દિગ્ગજો જે સમિતિનો ભાગ હતા, તેના કોઈ અધ્યક્ષ જ ન હતા અને તેમાં રાષ્ટ્રીય ટીમના સુકાની, મુખ્ય કોચ અને એક ડેટા વિશ્લેષક પણ સામેલ હતા.


પીસીબીએ કોચિંગ સ્ટાફ સાથે બેઠક યોજી

PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ આજે પાકિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્ય વ્હાઈટ બોલના કોચ ગેરી કર્સ્ટન, રેડ-બોલના મુખ્ય કોચ જેસન ગિલેસ્પી અને સહાયક કોચ અઝહર મહમૂદ હાજર હતા. ઈન્ટરનેશનલ પીસીબીના ડાયરેક્ટર ઉસ્માન વાહલા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં સુધારા માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.

પીસીબીએ વહાબ-રઝાકને હટાવવાનું કારણ ન આપ્યું

પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પુષ્ટિ કરે છે કે, તેણે અબ્દુલ રઝાક અને વહાબ રિયાઝને જાણ કરી છે કે, રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં હવે તેમની સેવાઓની જરૂર નથી. નવી પસંદગી સમિતિની રચના કરવા માટે સમયસર જાણ કરાશે. રઝાક પુરૂષ અને મહિલા બંને પસંદગી સમિતિમાં હતા, જ્યારે વહાબ માત્ર પુરૂષોની પસંદગી સમિતિનો ભાગ હતો. વહાબને ગત નવેમ્બર મહિનામાં સમિતિમાં સામેલ કરાયો હતો. આ ઉપરાંત તે સીનિયર ટીમ મેનેજર તરીકે T20 વર્લ્ડ કપમાં પણ ગયો હતો. જોકે બોર્ડે વહાબ અને રઝાકની હકાલપટ્ટીનું કોઈ કારણ આપ્યું નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે