ટ્રમ્પ પર હુમલા બાદ ફરી ફાયરિંગથી ધ્રુજી ઉઠ્યું અમેરિકા: બે ગોળીબારમાં સાતના મોત, 9 ઈજાગ્રસ્ત


Birmingham Nightclub Firing : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બન્યા બાદ અમેરિકા ફરી ફાયરિંગથી ધ્રુજી ઊઠ્યું છે. અહીંના બર્મિંધમ સ્થિત એક નાઈટ ક્લબમાં શનિવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની છે, જેમાં ચાર લોકોના મોત અને 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા શહેરના એક ઘર બહાર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં એક નાના બાળક સહિ ત્રણ લોકોના મોત થયા હતા.


નાઈટ ક્લબની બહાર ફાયરિંગ

બર્મિંધમ પોલીસ વિભાગના અધિકારી ટ્રૂમૈન ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું કે, 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લૉકમાં આવેલા એક નાઈટ ક્લબની બહાર ફાયરિંગ થયું છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ રાત્રે 11.00 કલાકે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.


ગોળીબારમાં ચારના મોત, નવ ઈજાગ્રસ્ત

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગની સૂચના મળતા જ બર્મિંધમ ફાયર એન્ડ રેસ્ક્યૂના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે અહીં સ્થળ પર જ બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ક્લબના પાસેના ફુથપાથ પર મૃત મળી આવ્યો હતો. જ્યારે બર્મિંધમની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં કુલ નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક શંકાસ્પદ વ્યક્તિએ નાઈટ ક્લબમાં ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે.

એક વાહન પર ગોળીબારમાં ત્રણ લોકોના મોત

આ પહેલા બર્મિંધમમાં જ એક ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. બર્મિંધમમાં ઈન્ડિયન સમર ડ્રાઈવ સ્થિત 1700 બ્લોકમાં સાંજે 5.20 કલાકે ફાયરિંગ થયું હતું, જ્યાં ઘરની બહાર એક વાહન પર ગોળીઓ વરસાવવામાં આવી હતી, જેમાં વાહનમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને એક લગભગ પાંચ વર્ષનું બાળક હતું. પોલીસે કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો