Posts

Showing posts from December, 2024

કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, યુપીમાં પારો 5 ડિગ્રીનો ઘટાડો, ઉત્તર ભારતમાં લોકો ઠુઠવાયા

Image
Weather News Updates | સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવર્તામાં વૃદ્ધિ જોવા મળી હતી. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં નવેસરથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાચં ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.  રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં માઇનસ 11.

નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટના, હજીરામાં કંપનીના પ્લાન્ટમાં ધડાકો, ચારના મોત, 10ને ઈજા

Image
Fire Incident in AMNS Company : દેશભર અને ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાય હતી. આ ઘટનામાં 4 મજૂરોના મોત નીપજ્યા, જ્યારે 10 લોકો દાઝી ગયા હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.  આગ દુર્ઘટનામાં 4 મજૂરોનો મોત મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના હજીરામાં મોડી સાંજે AMNS કંપનીના કોરેક્સ - 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં ભીષણ આગ લાગી હતી.

VIDEO : 31stની ઉજવણી ટાણે સુરત પોલીસનો સપાટો, 400થી વધુ દારૂડિયાને પકડ્યા, રાખવા માટે જગ્યા નાની પડી

Image
Surat Police On 31st Celebration :  31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ-સુરત સહિત ગુજરાત પોલીસે રાજ્યનો મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. નવા વર્ષની ઉજવણીમાં અનેક લોકો દારુની મહેફિલ માણતા પકડાય છે, ત્યારે સુરતમાં દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ આ દરમિયાન 30 ડિસેમ્બરની સાંજથી આજે મંગળવાર સુધી 400થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા છે.  બે દિવસમાં 400થી વધુ નશેડીઓ ઝડપાયા થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.

પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનને વ્યાપક સમર્થન, 221 ટ્રેનો રદ કે ડાઇવર્ટ કરાઈ

Image
- ખેડૂતોના બંધને વ્યાપક સમર્થન, બધા સંગઠનોનો ટેકો - બંધના એલાનને મળી જબરદસ્ત સફળતા: ખેડૂત નેતા ડલ્લેવાલના ઉપવાસને 34 દિવસ થયા પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે ૨૨૧ ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી હતો. આ દરમિયાન મેડિકલ કેર સહિતની આવશ્યક સેવાઓ જારી રહી હતી.

BREAKING: સ્પેસની દુનિયામાં ISROએ રચ્યો ઇતિહાસ, Spadex મિશનનું સફળ લોન્ચિંગ

Image
SpaDeX Mission: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ શ્રીહરિકોટાથી સોમવારે (30 ડિસેમ્બર, 2024)ની રાત્રે 10 વાગ્યે એક PSLV રોકેટ દ્વારા પોતાના Spadex મિશનનું સફળ લોન્ચિંગ કર્યું. સ્પેસ ડૉકિંગ એક્સપેરિમેન્ટમાં ફાયદો મળશે. ભારત Spadexનું સફળ લોન્ચિંગ કરનારો દેશ બન્યો છે. ઈસરોએ તેને ભારતના અવકાશ કાર્યક્રમમાં એક મહત્ત્વપૂર્ણ 'મીલનો પથ્થર' ગણાવ્યો છે.

ઈઝરાયલી સેનાનો ગાઝામાં શરણાર્થી શિબિર પર ભયાનક હુમલો, 27ના મોત, 150ને ઈજા

Image
Israel Attack On Gaza Hospital : ઈઝરાયેલની સેનાએ ગાઝા સ્થિત શરણાર્થી શિબિર પર ભયાનક હુમલો કર્યો છે, જેમાં 27 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ બાળકોની સંખ્યા વધુ છે. આ પહેલા હમાસના નામ પર રવિવારે એક હોસ્પિટલને નિશાન બનાવાઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા હતા. એક નવજાતનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. હુમલામાં અત્યાર સુધીમાં 45,500 પેલેસ્ટાઈનીઓના મોત

'પક્ષી ટકરાવાથી નહીં, રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન', અઝરબૈજાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

Image
Azerbaijan Airlines Crash News: અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રવિવારે દાવો કર્યો કે, કઝાકિસ્તાનમાં હાલમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા, આ વિમાન દુર્ઘટના પક્ષી ટકરાવાના કારણે નહીં, પરંતુ રશિયાની જમીનથી ફાયરિંગના કારણે બની હતી.  'રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન' સમાચાર એજન્સી રોયટર્સે અઝરબૈજાનના સરકારી ટેલીવિઝનના હવાલાથી જણાવ્યું કે, વિમાન પર રશિયા દ્વારા હુમલા કરાયા હતા, પરંતુ તેમણે આ જાણીજોઈને નહોતા કર્યા. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવે આ ઘટના પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તેમણે રશિયા પર ઘણાં દિવસો સુધી આ મુદ્દાને દબાવી રાખવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. રશિયામાં દુર્ઘટનાના કારણો અંગે ખોટી વાતો ફેલાવીને સત્ય દબાવવાનો પ્રયાસ કરનારની ટીકા કરી.

'ભગવાન હનુમાન તો રાજભર જાતિમાં જન્મ્યાં હતા...' ભાજપ સહયોગી દિગ્ગજનો નવો ફણગો

Image
O P Rajbhar Statement on Hanuman Ji : ઉત્તરપ્રદેશના પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે ભગવાન હનુમાનનો જન્મ રાજભર જાતિમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશ રાજભર ભાજપ સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના પ્રમુખ છે. 

'મને મોતની સજા આપી દો, ત્રાસથી થાકી ગયો છું', જજની સામે રડી પડ્યો દોષિત, જાણો સમગ્ર મામલો

Image
Periya Double Murder Case: કેરળની સ્પેશિયલ CBI કોર્ટે શનિવારે પેરિયા ડબલ મર્ડર કેસમાં ચૂકાદો સંભળાવ્યો હતો. જેમાં એક દોષિત ચુકાદો સંભળાવ્યા બાદ રડી પડ્યો હતો. આરોપી સુરેન્દ્રન ઉર્ફ વિષ્ણુ સૂરાએ જજને કહ્યું કે, તેને મોતની સજા આપી દેવામાં આવે, તે ત્રાસથી કંટાળી ગયો છે. સુરેન્દ્રન તે 14 લોકોમાં સામેલ છે, જેમને કાસરગોડ જિલ્લાના પેરિયાના કલ્લિયોટમાં બે યુવાન કોંગ્રેસ કાર્યકર્તાઓ કૃપેશ અને સરથલાલની હત્યાથી સંબંધિત કેસમાં અલગ અલગ આરોપો હેઠળ દોષિત સાબિત થયા છે. જણાવી દઈએ કે, સુરેન્દ્રન મુખ્ય દોષી અને સીપીએમ નેતા પીતામ્બરનના સાથી છે અને તેના પર દેખરેખ અને ષડયંત્ર રચવાનો આરોપ છે.

'નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર યોગ્ય નથી', પૂર્વ PM મનમોહન સિંહનો ઉલ્લેખ કરીને બોલ્યા અલકા લાંબા

Image
Manmohan Singh Funeral :  પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવાર (28 ડિસેમ્બર)એ નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની માહિતી આપી. મંત્રાલયે 11:45 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. જેના પર મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, તેમના (પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ) કદના અનુસાર, આ યોગ્ય જગ્યા નથી.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો એક નાની ભૂલ પડશે ભારે, સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલ્યો

Image
Supreme Court On Credit Card : સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન(NCDRC)ના 16 વર્ષ જૂના નિર્ણયને ફગાવી દીધો છે, જેના પછી બૅંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેણાં પર 30 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરી શકશે. કમિશને પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'વધુ પડતું વ્યાજદર વસૂલવું અયોગ્ય છે.' જજ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેંચે જણાવ્યું હતું કે, NCDRCનું અવલોકન કે વાર્ષિક 30 ટકાથી વધુ વ્યાજદર ગેરકાયદેસર છે. જે ભારતીય રિઝર્વ બૅંકની સત્તાને અસર કરે છે.

સોનિયા ગાંધીએ કર્યું 'નવ સત્યાગ્રહ'નું આહ્વાન, કહ્યું- ગાંધીવાદી સંસ્થાઓ પર હુમલા વધ્યા

Image
Congress Working Committee Meeting : પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) કર્ણાટકના બેલગામીમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પત્ર થકી મોટી જાહેરાત કરી છે. આજની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે સોનિયા ગાંધી બેઠકમાં હાજર રહ્યા ન હતા અને તેમણે કમિટીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરીને એનડીએ સરકાર પર પ્રહારો કર્યા છે. વર્તમાન સરકારમાં મહાત્મા ગાંધીનો વારસો ખતરામાં : સોનિયા ગાંધી

CBSE બોર્ડે આચાર્યો સહિત 15 લાખ શિક્ષકોનું વધાર્યું ટેન્શન, 2025માં દેશભરમાં લાગુ કરશે આ નિયમ

Image
Training mandatory for teachers in CBSE schools : CBSE શાળાઓમાં ભણાવતા શિક્ષકો પાસે B.Ed ડિગ્રી હોય છે. પરંતુ હવે આ પર્યાપ્ત રહેશે નહી. કારણ કે હવે શિક્ષકોને શિક્ષણ સંબંધિત દરેક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા માટે CBSE બોર્ડ દ્વારા 50 કલાકની તાલીમ ફરજિયાત કરવામાં આવી છે. શાળાના આચાર્યથી લઈને પ્રાથમિક વર્ગના શિક્ષકોએ પણ આ તાલીમ લેવી પડશે. આ તાલીમ કાર્યક્રમ વર્ષ 2025માં શરૂ કરવામાં આવશે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાથી બાયડેન ખફા, જતાં જતાં યુનુસ સરકારને પાઠ ભણાવ્યા

Image
USA President Joe Biden and Bangladesh News | બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત અન્ય લઘુમતિઓ ઉપર થઇ રહેલા હુમલાઓ પ્રત્યે અમેરિકી પ્રશાસનનું વલણ કઠોર બનતું જાય છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલાને, મોહમ્મદ યુનુસને કોલ કરી બાંગ્લાદેશમાં બગડતી જતી માનવ અધિકારોની સ્થિતિ અને લોકતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે જો બાયડેન વ્હાઇટ હાઉસમાં હવે થોડા દિવસ જ છે. તેવે સમયે આ કોલ કરવામાં આવ્યો છે.

'તેઓ સંઘના સંચાલક હોઈ શકે છે, હિન્દુ ધર્મના...', મોહન ભાગવતના નિવેદન પર રામભદ્રાચાર્યનો વળતો પ્રહાર

Image
Rambhadracharya's Counterattack on Mohan Bhagwat's Mosque Statement:  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે આ તેમનું અંગત નિવેદન હોઈ શકે છે. તે સંઘના સંચાલક હોઈ શકે, હિન્દુ ધર્મના નહીં. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, કેટલાક લોકો મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા મુદ્દો એટલા માટે ઉઠાવે છે, કે જેથી કરીને તેઓ પોતાને હિન્દુઓના નેતા તરીકે સ્થાપિત કરી શકે, ખાસ કરીને રામ મંદિરના સંદર્ભમાં આવી બાબતો વધુ જોવા મળી રહી છે. આ પણ વાંચો: કેજરીવાલનો વિપક્ષ પર મોટો આરોપ, 'અત્યારથી મત ખરીદવાનું કામ શરૂ, 1000 રૂપિયા આપી રહ્યા છે'

‘વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની ખેર નહીં...’ CBIનાં ‘ભારતપોલ’ પોર્ટલ પર શેર કરાશે ગુનેગારની તમામ માહિતી

Image
Bharatpol Portal : વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ પર સકંજો કસવા માટે CBIએ એક નવું અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ 'ભારતપોલ'  (Bharatpol) તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળો અને કેન્દ્રીય એજન્સીઓ, ઈન્ટરપોલથી ભાગેડુઓની જાણકારી મેળવી શકાશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ભારતનું રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો છે જે ઇન્ટરપોલને લગતી બાબતોનું સંચાલન કરે છે. પોર્ટલ થકી જાણકારી અપાશે CBI દ્વારા ડિઝાઈન કરાયેલી આ પરિયોજના પરીક્ષણના સ્તરે છે અને જેને 7 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે.

ટ્રમ્પની શપથવિધિ પહેલા અમેરિકાના પ્રવાસે જયશંકર, ટેરિફ મુદ્દે થશે ચર્ચા?

Image
S Jaishankar US Visit : વિદેશ મંત્રી એસ. જયશંકર 6 દિવસના અમેરિકાના પ્રવાસે જવા નીકળ્યાં છે. વિદેશ મંત્રાલય મુજબ, આ દરમિયાન તેઓ કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરીને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. જ્યારે ટ્રમ્પની શપથવિધિ પહેલા જયશંકર આ પ્રવાસ કરી રહ્યા હોવાથી તેની અહેમિયત ઘણી વધુ જણાય છે. વિદેશ મંત્રાલય દ્વારા જયશંકરના અમેરિકા પ્રવાસના કાર્યક્રમની સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી, પરંતુ મળતી માહિતી મુજબ જયશંકર ટ્રમ્પની ટીમને ભારતની જરૂરત સમજાવાની કોશિશ કરશે અને ટેરિફ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

VIDEO: બ્રાઝિલમાં વધુ એક મોટી દુર્ઘટના, પ્લેન બિલ્ડિંગ સાથે ટકરાયા બાદ દુકાનો પર પડ્યું, 10ના મોત

Image
Plane Crashes In Brazil: દક્ષિણ બ્રાઝિલમાં ટૂરિસ્ટોને આકર્ષિત કરનારા શહેર ગ્રમાડોમાં રવિવાર (22 ડિસેમ્બર, 2024)ના રોજ એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું. મળતી માહિતી અનુસાર, વિમાનમાં સવાર 10 લોકોના મોત થયા છે. રિયો ગ્રાંડે ડો સુલ રાજ્યના સાર્વજનિક સુરક્ષા કાર્યાલય અનુસાર, ઓછામાં ઓછા 15 લોકોને શહેરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેમાંથી વધુ પડતાં લોકો દુર્ઘટનાથી લાગેલી આગના કારણે દાઝ્યા હતા.

'હું અંતરિક્ષમાં 1 દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્તના દર્શન કરું છું..', સુનિતા વિલિયમ્સે રહસ્યો ખોલ્યાં

Image
- સુનિતા વિલિયમ્સ વર્ણવે છે અલૌકિક બ્રહ્માંડ દર્શન - અમારું આઇએસએસ 28,000 કિ.મી.ની પ્રચંડ ગતિએ પ્રવાસ કરતું હોવાથી દર 45 મિનિટે પૃથ્વીની ઉજળી અને અંધારી બાજુએ આવી જાય છે Sunita williams News |   ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇએસએસ)માં ગયેલાં સુનિતા વિલિયમ્સ અનંત અંતરિક્ષનાં રહસ્યોનો અને આશ્ચર્યોનો આનંદ માણી રહ્યાં  છે. આ રહસ્ય અને આનંદ એટલે એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને 16 વખત સૂર્યાસ્તનાં દર્શન.

VIDEO: ઓસ્ટ્રેલિયાથી આવ્યા માઠા સમાચાર, ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો ઓપનર ઈજાગ્રસ્ત

Image
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ, જ્યારબાદ ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે. કેએલ રાહુલના હાથમાં થઈ ઈજા?

અમેરિકાએ એક વર્ષમાં ભારત સહિત 192 દેશોના 2,70,000 લોકોને દેશમાંથી કાઢી મૂક્યાં

Image
US Immigration News | યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત  192  દેશોમાં 270000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમ ગુરૂવારે જારી કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવાયું હતું.  30 સપ્ટેમ્બરે પુરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમ્યાન આઇસીઇ દ્વારા કુલ 271484 જણાંને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના આંકડા 142580 કરતાં લગભગ બમણો છે. 2014 બાદ ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોની આ સર્વાધિક સંખ્યા છે. 2014માં 315943 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમ્યાન 2019માં 267258 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

શરદ પવાર-અજિત પવાર ફરી સાથે આવશે? રોહિત પવારે સ્પષ્ટ કર્યું ચિત્ર

Image
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાલ શરદ પવાર અને અજિત પવારના એક થવાની ચર્ચા તેજ બની છે. આ વચ્ચે એનસીપી શરદચંદ્ર પવાર જૂથના ધારાસભ્ય રોહિત પાટિલે નાયબ મુખ્યમંત્રી અને NCP ચીફ અજિત પવાર સાથે મુલાકાત બાદ આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે આ મીટિંગ અંગે રોહિત પવારે સ્પષ્ટતા કરી છે. 'વિકાસ સંબંધી મુદ્દાઓને લઈને બેઠક થઈ હતી' રોહિત પવારે શુક્રવાર (20 ડિસેમ્બર)એ કહ્યું કે, 'વિપક્ષી ધારાસભ્યોએ પોતાના વિધાનસભા વિસ્તારના વિકાસ કાર્યો અને રાજ્યથી સંબંધિત મુદ્દાઓ માટે સત્તામાં બેઠેલા લોકોને મળવાની જરૂર છે.

ધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો કઈ કલમ હેઠળ કેસ નોંધાયો

Image
Parliament Ruckus: સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડને લઈને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. દિલ્હી પોલીસના ટોપના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપની ફરિયાદના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે. રાહુલ ગાંધી પર BNS 117, 125, 131, 3(5) હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. જણાવી દઈએ કે, ભાજપે ગુરૂવારે રાહુલ ગાંધી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં રાહુલ ગાંધી પર ધક્કામુક્કી દરમિયાન શારીરિક હુમલો અને ઉશ્કેરણીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

VIDEO: ખેડૂતો ફરી વિફર્યા, ફાટક પર ધરણાં કરી અનેક ટ્રેનો અટકાવી, 30 ડિસેમ્બરે પંજાબ બંધની જાહેરાત

Image
Farmers Stopped Many Train : ખેડૂતો પોતાની માગને લઈને છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્ર પર દબાણ બનાવા માટે આજે બુધવારે ખેડૂતોએ ત્રણ કલાકના 'ટ્રેન રોકો' વિરોધ પ્રદર્શનમાં ફાટક પર ધરણાં કરીને અનેક ટ્રેનો અટકાવી. સંયુક્ત કિસાન મોરચા (SKM)અને કિસાન મજદૂર મોરચા દ્વારા ટ્રેન રોકોનું આહ્વાન કરવામાં આવ્યું હતું. કિસાન મજદૂર મોરચાના નેતા સરવન સિંહ પંધેરે કહ્યું કે, 'ખેડૂતોએ બપોરના 12 થી 3 વાગ્યામાં અનેક સ્થળોએ ફાટક પર બેસીને ધરણાં પ્રદર્શન કર્યુ અને ટ્રેનો અટકાવી. હવે કિસાન મજદૂર મોરચા અને SKMએ 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું છે.'

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મકાનમાં લાગી ભીષણ આગ, શ્વાસ રુંધાતા 6 લોકોનાં મોત, 3 બેભાન

Image
Jammu and Kashmir Fire News | જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં શિવનગરમાં એક ઘરમાં આગ લાગવાથી 6 લોકોના શ્વાસ રૂંધાઈ જતાં મોત થયા છે. માહિતી મુજબ આ ઘરમાં લગભગ 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા, જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા છે. 

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો દોર, જમ્મુ-કાશ્મીરમાં તાપમાન માઈનસ 8 ડિગ્રી થતાં લોકો ઠુઠવાયા

Image
Weather updates | ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે સામાન્ય માનવીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવાર અને મંગળવાર વચ્ચેની રાતમાં લઘુતમ તાપમાન માઇનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે આ સીઝનનું બીજું સૌથી ઓછું તાપમાન હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહલગામમાં માઇનસ 6.

3 મોટા કૌભાંડીની 17,748 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ, લોકોના એકાઉન્ટમાં 22,280 કરોડ ટ્રાન્સફર થયા

Image
Parliament Session : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર આર્થિક ગુનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મેહનત અને 2015માં લવાયેલા બ્લેક મની એક્ટ (BMA)ની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે. ત્રણ કૌભાંડીની સંપત્તિ બેંકોને પરત અપાઈ સંસદમાં જવાબ આપતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આર્થિક ગુનાઓમાં સામેલ ગુનેગારોની સંપત્તિની હરાજી કરી તેમજ અન્ય કાર્યવાહીની મદદથી બેંકો તેમજ પીડિત પક્ષને રૂપિયા 22,280 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. વિજય માલ્યા (Vijay Mallya)ની 14131 કરોડ રૂપિયાની સંપત્તિ તેમજ નિરવ મોદી (Nirav Modi)ની 1052 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને અપાઈ છે.

ટ્રૂડો સરકારને મોટો ઝડકો, કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

Image
Canada Finance Minister Resigns: કેનેડાના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમણે રાજીનામું આપતા કહ્યું કે, તેઓ હવે કેનેડા માટે શ્રેષ્ઠ માર્ગને લઈને વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સાથે સહમત નથી. ફ્રીલેન્ડ સંસદમાં આર્થિક ઘટાડાના આંકડા રજૂ કરવાની હતી. તેના થોડા કલાકો પહેલા જ તેમણે પદ છોડી દીધું. આ દસ્તાવેજમાં મોટા પ્રમાણમાં એ જણાવવાની આશા હતી કે, સરકારે 2023-24નું બજેટ નુકસાની યોજનાથી ઘણું મોટું કરી દીધું છે.

ચીન અમેરિકાથી આગળ નીકળ્યું! ભારત પાસેથી કરી અઢળક કમાણી, ડેટામાં થયો ચોંકાવનારો ખુલાસો

Image
China became India's largest trading partner : ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ અવારનવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ દરરોજ ચાઈનીઝ સામાનનો વિરોધ કરવાનો વિવાદ ચાલતો હોય છે. પરંતુ જ્યારે તમે ભારત અને ચીન વચ્ચેના વેપારના વાસ્તવિક આંકડાઓને જુઓ તો એ તમને આશ્ચર્યચકિત કરી મૂકશે. ખાસ કરીને ભારત દ્વારા ચીનમાંથી આયાત કરવામાં આવતા માલસામાનનો ડેટા વેપારની દ્રષ્ટીએ ભારત માટે નુકશાનકારક છે.  વર્ષ 2024-25માં ચીન બન્યું ભારતનું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર 

RBIની ખેડૂતોને ભેટ, જામીન મુક્ત લોનની મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દેવાઈ

Image
RBI Guidelines for Agriculture loan :  ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આરબીઆઇએ ખેડૂતો માટે જામીન મુક્ત લોનની મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. આ નિર્ણય પહેલી જાન્યુઆરી 2025થી લાગુ થશે. આ પગલાનો હેતુ વધતા કૃષિ ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાનો છે. નવા નિર્દેશમાં દેશભરની બેંકોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે લોન લેનારી વ્યક્તિ દીઠ રૂ.

અમને ના શીખવાડશો, કોને વિઝા આપવા અને કોને નહીં: ભારતનો કેનેડાને જવાબ

Image
MEA responds to Canada : હાલ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર કેનેડાએ ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. વિદેશ મંત્રાલયે કેનેડિયન મીડિયાના કેટલાક અહેવાલો સામે વાંધો ઉઠાવ્યો  છે. વિદેશ મંત્રાલયે ભારતના સાર્વભૌમત્વના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના વલણની પુનઃ પુષ્ટિ કરી હતી.

‘એક દેશ, એક ચૂંટણી’નો આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્યો વિરોધ, જાણો કોણે શું કહ્યું

Image
One Nation One Election : કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ગુરુવારે કેબિનેટ બેઠકમાં ‘એક દેશ, એક ચૂંટણી’ બિલને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે બિલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જેમાં અમુક આ બિલના ફાયદાઓ ગણાવી રહ્યું છે, તો બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વિરોધ કરીને આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણે બિલને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.

સંરક્ષણ મંત્રાલયે HAL સાથે કર્યો રૂ.13,500 કરોડની સોદો, ખરીદશે 12 સુખોઈ જેટ

Image
Make in India : સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે (12 ડિસેમ્બર) સંરક્ષણ ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સંરક્ષણ મંત્રાલયે 'મેક ઇન ઇન્ડિયા' ચળવળને વધુ મજબૂતી આપવા બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને આ પ્રોજેક્ટ્સ માટે આશરે 20,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. જે અંતર્ગત HAL પાસેથી ભારતીય વાયુસેના માટે 12 Su-30MKI (સુખોઇ) ફાઇટર જેટ ખરીદવામાં આવશે. આ માટે રૂ. 13,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત L&T પાસેથી ભારતીય સેના માટે પણ 100 k-9 વજ્ર સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર ટેન્ક ખરીદવામાં આવશે.

છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સાત માઓવાદી ઠાર

Image
Naxalite Attack : છત્તીસગઢના દંતેવાડામાં ડીઆરજી, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત પાર્ટી સાથે નક્સલવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં સાત યુનિફોર્મધારી નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સવારે 3 વાગ્યાથી સંયુક્ત સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સાત યુનિફોર્મધારી નક્સલવાદી ઠાર ગુરુવારે સવારે દંતેવાડા જિલ્લાની સરહદ પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.

બરાબરના ગુસ્સે થયા ખડગે, ધનખડ પર કર્યા અનેક આક્ષેપ, કહ્યું- ‘તેઓ ધમકી પણ આપે છે’

Image
Mallikarjun Kharge Attack On Jagdeep Dhankhar : સંસદમાં ચાલી રહેલું શિયાળુ સત્ર ભારે ધમાસાણ સાથે પસાર થઈ રહ્યું છે. બંને ગૃહોમાં અનેક મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વિરોધ પક્ષોએ તાજેતરમાં જ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેના પર 60 સાંસદોએ સહીઓ કરેલી છે. વિપક્ષનું કહેવું છે કે, અમારી પાસે બહુમતી છે, પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં સફળતા નહીં મળે. બીજીતરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભારે ગુસ્સો થયા છે અને તેમણે ધનખડ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

મહારાષ્ટ્રઃ શિંદેના વિશ્વાસુ આઉટ, હવે CM ફડણવીસના નજીકના સાથી સંભાળશે આ જવાબદારી

Image
Maharashtra News : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બદલાયા બાદ હવે સરકારમાં પણ અનેક ફેરફાર થવાના શરૂ થઈ ગયા છે. આ જ ક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના સાથી મંગેશ ચિવટેને ‘મુખ્યમંત્રી આરોગ્ય સહાય ડેસ્ક (મુખ્યમંત્રી રાહત ફંડ વિભાગ)’માંથી હટાવી દેવાયા છે. હવે તેમના સ્થાને ડૉ.રામેશ્વર નાઈક જવાબદારી સંભાળશે. નાઈક અગાઉ દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી આરોગ્ય સહાય ડેસ્કના પ્રમુખ હતા.

હવે ઘૂસણખોર બાંગ્લાદેશીઓની ખેર નહીં... દિલ્હીના રાજ્યપાલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

Image
Bangladeshi Immigrant : દિલ્હીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવના આદેશ અપાયા છે. ઉપરાજ્યપાલ સચિવાલયે આ મામલે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા કહેવાયું છે. તેઓ સામે બે મહિના સુધી વિશેષ અભિયાન શરૂ કરવા પણ કહેવાયું છે. પત્રમાં ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ કરવાનો અને તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.

મહારાષ્ટ્રમાં CMની ખુરશી પછી હવે મંત્રાલયો માટે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ, મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ

Image
- માહાયુતિને ઐતિહાસિક જનાદેશના મહિના પછી પણ સરકારની રચના અધ્ધરતાલ - ગૃહ ખાતાં માટે ભાજપનો સાફ નનૈયો, શિંદેને મહેસૂલ, શહેરી વિકાસની ઓફર, મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ : એનસીપી અગાઉનાં ખાતાંથી જ સંતુષ્ટ મુંબઈ : વિધાનસભા પરિણામના ૧૨ દિવસે રાજ્યમાં રાજ્યમાં મુખ્યપ્રધાને શપથ લીધા હતા અને સીએમ તથા બે ડેપ્યુટી સીએમના શપથના ચાર દિવસ પછી પણ હજુ સુધી બાકીના મંત્રીઓની પસંદગી થઈ શકી નથી. ખાસ કરીને ભાજપ તથા એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખાતાં માટે ભારે ખેંચતાણ થઈ રહી છે અને તેના કારણે મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે.  શિંદે ગૃહ ખાતાંની માંગ સાથે  જીદ કરી રહ્યા છે.

‘રાહુલ ગાંધી કૉમેડી કિંગ, ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે’ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાધ્યું નિશાન

Image
Dharmendra Pradhan Attack On Rahul Gandhi : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘કૉમેડી કિંગ’ કહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ હંમેશા ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી તે જ કરી રહ્યા છે, જે સૌથી બેસ્ટ હોય છે - સ્ટેન્ડ-અપ કૉમેડી! તેમના દુર્ભાવનાપૂર્ણ દાવાઓ અને ચિત્તભ્રમ દર વખતે તપાસ હેઠળ દબાઈ જાય છે. તેઓ મોહરાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. તેઓ ફરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુંબઈના કુર્લામાં BEST બસે મોટો અકસ્માત સર્જ્યો, 20થી વધુ લોકો કચડ્યા, 3ના મોત

Image
Mumbai News: મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં બેકાબૂ બનેલી બેસ્ટ બસે અનેક લોકોને કચડી નાખ્યા જેમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ત્રણના મોત થયા છે. બેકાબૂ બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.

સીરિયામાં સત્તાપલટો: શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી આ વ્યક્તિને સુકાન સોંપાયું

Image
- મધ્ય-પૂર્વમાં અસદના પરાજયથી ઈરાન અને રશિયાને મોટો ફટકો - બળવાખોર એચટીએસ જૂથે માત્ર ૧૦ જ દિવસમાં અસદને ઊખાડી ફેંકતા ૧૪ વર્ષથી ચાલતું ગૃહયુદ્ધ સમાપ્ત  - શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી પૂર્વ પીએમ મોહમ્મદ ગાઝી-જલાલિને સુકાન સોંપાયું દમાસ્કસ: સીરિયામાં બળવાખોરોએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસમાં પહોંચીને મહત્વપૂર્ણ સરકારી ઈમારતો પર કબજો કરી લેતાં અસદ પરિવારના ૫૦ વર્ષના લોખંડી શાનનો અંત આવ્યો છે, પરંતુ સીરિયાના ભવિષ્ય અંગેના સવાલોનો કોઈ જવાબ મળી શક્યો નથી. બળવાખોરો રાજધાનીમાં પહોંચતા નાગરિકો 'આઝાદી, આઝાદી'ના સૂત્રોચ્ચાર સાથે સેન્ટ્રલ સ્ક્વેર ખાતે એકત્ર થવા લાગ્યા હતા. તેમણે સીરિયાના ક્રાંતિકારીઓનો ધ્વજ લહેરાવ્યો હતો, જેણે આરબ બળવાના દિવસોની યાદ અપાવી દીધી હતી.

બાંગ્લાદેશમાં ભારત વિરોધી દેખાવો, ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગ સામે BNPના કાર્યકરોનું હલ્લાબોલ

Image
Anti-India protests in Bangladesh : ભારત અને બાંગ્લાદેશ તણાવની સ્થિતિ વચ્ચે આજે રવિવારે ઢાકામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) કાર્યકર્તાઓએ ઈન્ડિયન હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન કર્યો. BNPના ત્રણ સંગઠનોના હજારો સમર્થકોએ ત્રિપુરામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલાના વિરોધમાં ઢાકામાં ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી. BNPના ત્રણ સંગઠનો વિદ્યાર્થી પાંખ જ્ઞાતિવાદી છાત્ર દળ (JCD), યુવા પાંખ જાતિવાદી જુબો દળ (JJD) અને સ્વયંસેવક પાંખ જ્ઞાતિવાદી શેખસેબક દળ (JSD)એ ઉગ્ર દેખાવો કરતા ભારતીય હાઈ કમિશન બહાર વાતાવરણ ઉગ્ર બન્યું છે. ઢાકામાં BNPના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન મળતી માહિતી મુજબ, ત્રણેય સંગઠનોના કાર્યકર્તાઓ રાજધાની ઢાકાના નયાપલ્ટન વિસ્તારમાં BNPના મુખ્યાલયની સામે એકઠા થયા હતા.

ભારતને બદનામ કરવાનો પ્રયાસ નિષ્ફળ, કેનેડા સંસદે શીખ રમખાણોને નરસંહાર ગણાવતો પ્રસ્તાવ ફગાવ્યો

Image
Canada News | ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજકીય સંબંધો તળીયે પહોંચ્યા છે ત્યારે ભારતને બદનામ કરવાનું ખાલિસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ ગયું છે. ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાની સંસદમાં ભારતમાં 1984માં થયેલા શીખ રમખાણોને નરસંહાર તરીકે માન્યતા અપાવવા દરખાસ્ત કરી હતી, પરંતુ બે દિવસમાં બીજી વખત આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. બીજીબાજુ અમેરિકાએ પીએમ મોદી અને ગૌતમ અદાણીને નિશાન બનાવી ભારતમાં ભાંગફોડ કરવાના અમેરિકન સંસ્થાઓના પ્રયાસોના ભાજપના આક્ષેપ નકારી કાઢ્યા હતા. કેનેડાની સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના લિબરલ પક્ષના સાંસદ સુખ ધાલીવાલે ભારતમાં 1984માં થયેલા રમખાણોના સંબંધમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ધાલીવાલે પ્રસ્તાવમાં કહ્યું કે, કેનેડાની સંસદમાં એ બાબતનો સ્વીકાર કરવામાં આવે અને માન્યતા અપાય કે 1984માં ભારતમાં શીખો વિરુદ્ધ થયેલા રમખાણો નરસંહાર હતો.

ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, BPSC ઉમેદવારોના સમર્થનમાં કરી રહ્યા હતા પ્રદર્શન

Image
Khan Sir Health: યુટ્યૂબમાં છવાયેલા બિહારના સેલિબ્રિટી ટીચર ખાન સરની તબિયત બગડી ગઈ છે. ડિહાઈડ્રેશન અને તાવ બાદ તેમને પ્રભાત મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કાલે જ તેઓ BPSC ઉમેદવારોના આંદોલનમાં સામેલ થયા હતા. ત્યારબાદ આજે (7 ડિસેમ્બર) ખાન સરના ટ્વિટર હેન્ડલથી ફેક પોસ્ટને લઈને ફરિયાદ દાખલ થઈ છે.

ગુજરાતમાં ત્રણ સહિત દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે: મોદી કેબિનેટમાં મોટો નિર્ણય

Image
Cabinet Approval for KENDRIYA VIDYALAYAS :  કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવા નવોદય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ કુલ ત્રણ કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે.  85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે મોદી કેબિનેટે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે.

દરિયામાં ડ્રેગનની દાદાગીરી : અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સે ઉતારી સેના, દક્ષિણ ચીન સાગરમાં ખળભળાટ

Image
Representative Image South China Sea Conflict : દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે અમેરિકા, જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. સતત વધી રહેલા તણાવને લીધે શુક્રવારે અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં એક જાસૂસી વિમાન તહેનાત કર્યું હતું.

અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કર્યા બાદ રદ

Image
Earthquack in USA | અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર આ ભૂકંપનો જોરદાર આંચકો સવારે 10:44  વાગ્યે ફેરંડેલ અને જો ઓરેગન સરહદ નજીક હમ્બોલ્ટ કાઉન્ટીના એક નાનકડાં શહેરની પશ્ચિમે અનુભવાયો હતો. 

મોંઘવારીનો માર: શાકાહારી થાળી 7% મોંઘી, ટામેટા-બટાટાના ભાવે બગાડ્યું બજેટ, જાણો ક્યારે ઘટશે કિંમત

Image
November Inflation : મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. હકિકતમાં, નવેમ્બર મહિનામાં શાકાહારી ભોજન વર્ષના પ્રારંભની સરખામણીમાં સાત ટકા વધુ મોંઘુ થઇ ગયું છે. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં શાકાહારી થાળાની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂપિયાનો એટલે કે સાત ટકા સુધીનો વધારો થયો છે.  ટામેટા અને બટાટાના વધતા ભાવ

ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ થયેલા 3842 ઓપરેશનમાં 112 દર્દીઓએ જીવ ગુમાવ્યા

Image
અમદાવાદ,ગુરૂવાર ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં  અમદાવાદ ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આરોપીઓ દ્વારા દર્દીઓના સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતુ. જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે. 

સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીના ગેરકાયદેસર ફાર્મ હાઉસ પર ગુજરાત સરકારનું બુલડોઝર ફર્યું

Image
Gujarat jamnagar news : જામનગરના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા મોટા થાવરીયા ગામમાં ખડકી દેવાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. જામનગરના જિલ્લા પોલીસવડા ખુદ ડિમોલેશન સમયે મોટા થાવરીયા ગામના સ્થળે વિશાળ પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા. જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં ગેંગરેપ નો એક ગુનો નોધવામાં આવ્યો હતો.