ભારતને બદનામ કરવાનો પ્રયાસ નિષ્ફળ, કેનેડા સંસદે શીખ રમખાણોને નરસંહાર ગણાવતો પ્રસ્તાવ ફગાવ્યો
Canada News | ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજકીય સંબંધો તળીયે પહોંચ્યા છે ત્યારે ભારતને બદનામ કરવાનું ખાલિસ્તાનીઓનું કાવતરું નિષ્ફળ ગયું છે. ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાની સંસદમાં ભારતમાં 1984માં થયેલા શીખ રમખાણોને નરસંહાર તરીકે માન્યતા અપાવવા દરખાસ્ત કરી હતી, પરંતુ બે દિવસમાં બીજી વખત આ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. બીજીબાજુ અમેરિકાએ પીએમ મોદી અને ગૌતમ અદાણીને નિશાન બનાવી ભારતમાં ભાંગફોડ કરવાના અમેરિકન સંસ્થાઓના પ્રયાસોના ભાજપના આક્ષેપ નકારી કાઢ્યા હતા.
કેનેડાની સંસદમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના લિબરલ પક્ષના સાંસદ સુખ ધાલીવાલે ભારતમાં 1984માં થયેલા રમખાણોના સંબંધમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ધાલીવાલે પ્રસ્તાવમાં કહ્યું કે, કેનેડાની સંસદમાં એ બાબતનો સ્વીકાર કરવામાં આવે અને માન્યતા અપાય કે 1984માં ભારતમાં શીખો વિરુદ્ધ થયેલા રમખાણો નરસંહાર હતો.
Comments
Post a Comment