શરદ પવાર-અજિત પવાર ફરી સાથે આવશે? રોહિત પવારે સ્પષ્ટ કર્યું ચિત્ર
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાલ શરદ પવાર અને અજિત પવારના એક થવાની ચર્ચા તેજ બની છે. આ વચ્ચે એનસીપી શરદચંદ્ર પવાર જૂથના ધારાસભ્ય રોહિત પાટિલે નાયબ મુખ્યમંત્રી અને NCP ચીફ અજિત પવાર સાથે મુલાકાત બાદ આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે આ મીટિંગ અંગે રોહિત પવારે સ્પષ્ટતા કરી છે.
'વિકાસ સંબંધી મુદ્દાઓને લઈને બેઠક થઈ હતી'
રોહિત પવારે શુક્રવાર (20 ડિસેમ્બર)એ કહ્યું કે, 'વિપક્ષી ધારાસભ્યોએ પોતાના વિધાનસભા વિસ્તારના વિકાસ કાર્યો અને રાજ્યથી સંબંધિત મુદ્દાઓ માટે સત્તામાં બેઠેલા લોકોને મળવાની જરૂર છે.
Comments
Post a Comment