3 મોટા કૌભાંડીની 17,748 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ, લોકોના એકાઉન્ટમાં 22,280 કરોડ ટ્રાન્સફર થયા
Parliament Session : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર આર્થિક ગુનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મેહનત અને 2015માં લવાયેલા બ્લેક મની એક્ટ (BMA)ની સંપૂર્ણ અસર જોવા મળી રહી છે.
ત્રણ કૌભાંડીની સંપત્તિ બેંકોને પરત અપાઈ
સંસદમાં જવાબ આપતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આર્થિક ગુનાઓમાં સામેલ ગુનેગારોની સંપત્તિની હરાજી કરી તેમજ અન્ય કાર્યવાહીની મદદથી બેંકો તેમજ પીડિત પક્ષને રૂપિયા 22,280 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. વિજય માલ્યા (Vijay Mallya)ની 14131 કરોડ રૂપિયાની સંપત્તિ તેમજ નિરવ મોદી (Nirav Modi)ની 1052 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને અપાઈ છે.
Comments
Post a Comment