'પક્ષી ટકરાવાથી નહીં, રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન', અઝરબૈજાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
Azerbaijan Airlines Crash News: અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રવિવારે દાવો કર્યો કે, કઝાકિસ્તાનમાં હાલમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા, આ વિમાન દુર્ઘટના પક્ષી ટકરાવાના કારણે નહીં, પરંતુ રશિયાની જમીનથી ફાયરિંગના કારણે બની હતી.
'રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન'
સમાચાર એજન્સી રોયટર્સે અઝરબૈજાનના સરકારી ટેલીવિઝનના હવાલાથી જણાવ્યું કે, વિમાન પર રશિયા દ્વારા હુમલા કરાયા હતા, પરંતુ તેમણે આ જાણીજોઈને નહોતા કર્યા. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવે આ ઘટના પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તેમણે રશિયા પર ઘણાં દિવસો સુધી આ મુદ્દાને દબાવી રાખવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. રશિયામાં દુર્ઘટનાના કારણો અંગે ખોટી વાતો ફેલાવીને સત્ય દબાવવાનો પ્રયાસ કરનારની ટીકા કરી.
Comments
Post a Comment