મુંબઈના કુર્લામાં BEST બસે મોટો અકસ્માત સર્જ્યો, 20થી વધુ લોકો કચડ્યા, 3ના મોત
Mumbai News: મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં બેકાબૂ બનેલી બેસ્ટ બસે અનેક લોકોને કચડી નાખ્યા જેમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ત્રણના મોત થયા છે. બેકાબૂ બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.
Comments
Post a Comment