બાંગ્લાદેશમાં ભારત વિરોધી દેખાવો, ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગ સામે BNPના કાર્યકરોનું હલ્લાબોલ
Anti-India protests in Bangladesh : ભારત અને બાંગ્લાદેશ તણાવની સ્થિતિ વચ્ચે આજે રવિવારે ઢાકામાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) કાર્યકર્તાઓએ ઈન્ડિયન હાઈ કમિશન સામે વિરોધ પ્રદર્શન કર્યો. BNPના ત્રણ સંગઠનોના હજારો સમર્થકોએ ત્રિપુરામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર થયેલા હુમલાના વિરોધમાં ઢાકામાં ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી. BNPના ત્રણ સંગઠનો વિદ્યાર્થી પાંખ જ્ઞાતિવાદી છાત્ર દળ (JCD), યુવા પાંખ જાતિવાદી જુબો દળ (JJD) અને સ્વયંસેવક પાંખ જ્ઞાતિવાદી શેખસેબક દળ (JSD)એ ઉગ્ર દેખાવો કરતા ભારતીય હાઈ કમિશન બહાર વાતાવરણ ઉગ્ર બન્યું છે.
ઢાકામાં BNPના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન
મળતી માહિતી મુજબ, ત્રણેય સંગઠનોના કાર્યકર્તાઓ રાજધાની ઢાકાના નયાપલ્ટન વિસ્તારમાં BNPના મુખ્યાલયની સામે એકઠા થયા હતા.
Comments
Post a Comment