અમેરિકાએ એક વર્ષમાં ભારત સહિત 192 દેશોના 2,70,000 લોકોને દેશમાંથી કાઢી મૂક્યાં
US Immigration News | યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ-આઇસીઇ- વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં ભારત સહિત 192 દેશોમાં 270000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમ ગુરૂવારે જારી કરવામાં આવેલાં રિપોર્ટમાં જણાવાયું હતું. 30 સપ્ટેમ્બરે પુરાં થયેલાં નાણાંકીય વર્ષ દરમ્યાન આઇસીઇ દ્વારા કુલ 271484 જણાંને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના આંકડા 142580 કરતાં લગભગ બમણો છે. 2014 બાદ ડિપોર્ટ કરવામાં આવેલાં લોકોની આ સર્વાધિક સંખ્યા છે. 2014માં 315943 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પના અગાઉના શાસનકાળ દરમ્યાન 2019માં 267258 જણાંને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
Comments
Post a Comment