મહારાષ્ટ્રમાં નવા CMના શપથગ્રહણની તૈયારી જોરશોરથી શરૂ, 22 રાજ્યના CMને આમંત્રણ, જાણો કોણ-કોણ આવશે
Maharashtra Chief Minister's Swearing-in Ceremony Update : મહારાષ્ટ્રમાં આગામી 5 ડિસેમ્બરના રોજ આઝાદ મેદાન ખાતે મુખ્યમંત્રીનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 40 હજારથી વધુ ભેગા થવાની શક્યતા છે. જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ સાથે કાર્યક્રમમાં દેશભરના 22 રાજ્યોના મુખ્યમંત્રી પણ આવશે. આ ઉપરાંત, મહારાષ્ટ્રની લાડલી બહેનો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ વિસ્તારની મહિલાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Comments
Post a Comment