સીરિયામાં સત્તાપલટો: શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી આ વ્યક્તિને સુકાન સોંપાયું
- મધ્ય-પૂર્વમાં અસદના પરાજયથી ઈરાન અને રશિયાને મોટો ફટકો
- બળવાખોર એચટીએસ જૂથે માત્ર ૧૦ જ દિવસમાં અસદને ઊખાડી ફેંકતા ૧૪ વર્ષથી ચાલતું ગૃહયુદ્ધ સમાપ્ત
- શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી પૂર્વ પીએમ મોહમ્મદ ગાઝી-જલાલિને સુકાન સોંપાયું
દમાસ્કસ: સીરિયામાં બળવાખોરોએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસમાં પહોંચીને મહત્વપૂર્ણ સરકારી ઈમારતો પર કબજો કરી લેતાં અસદ પરિવારના ૫૦ વર્ષના લોખંડી શાનનો અંત આવ્યો છે, પરંતુ સીરિયાના ભવિષ્ય અંગેના સવાલોનો કોઈ જવાબ મળી શક્યો નથી. બળવાખોરો રાજધાનીમાં પહોંચતા નાગરિકો 'આઝાદી, આઝાદી'ના સૂત્રોચ્ચાર સાથે સેન્ટ્રલ સ્ક્વેર ખાતે એકત્ર થવા લાગ્યા હતા. તેમણે સીરિયાના ક્રાંતિકારીઓનો ધ્વજ લહેરાવ્યો હતો, જેણે આરબ બળવાના દિવસોની યાદ અપાવી દીધી હતી.
Comments
Post a Comment