- છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા, દૈનિક પોઝિટિવિટિ રેટ 17.75% રહ્યો નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર ભારતમાં ત્રીજી લહેર ઓછી થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2.86 લાખથી વધારે કેસ નોંધાયા જરૂર છે પરંતુ રિકવરી રેટ તેનાથી વધારે છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ લોકોએ કોરોના મહામારીને હરાવી છે. તમને જણાવી દઈએ કે, દેશમાં હવે એક્ટિવ કેસ લગભગ 22 લાખની નજીક છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,06,357 દર્દીઓ સ્વસ્થ થયા છે. એની સાથે જ અત્યાર સુધીમાં રિકવર થનારા લોકોની કુલ સંખ્યા 3,76,77,328 થઈ ચુકી છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 93.33% છે. છેલ્લા 24 કલાકમાં 2,86,384 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટિ રેટ 17.75% રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના 4,969 નવા કેસ, 34 દર્દીઓના મૃત્યુ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (કોવિડ-19) 4,969 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 34 દર્દીઓના મૃત્યુ થયા છે એની સાથે જ મૃતકોની સંખ્યા વધીને 20,445 થઈ ગઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં 6