પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા : બાઈડેન, જોન્સનને પાછળ પાડયા


ન્યૂયોર્ક, તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં વાગી રહ્યો છે. અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ, મોર્નિંગ કન્સલ્ટન્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા સર્વેમાં દુનિયાના લોકપ્રિય નેતાઓની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૧% અંક સાથે ટોચ પર છે. પીએમ મોદીએ અમેરિકન પ્રમુખ જો બાઈડેન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનને પણ પાછળ પાડી દીધા છે.
અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટન્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સના સરવે મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી મેક્સિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોર ૬૬ ટકા રેટિંગ સાથે બીજા ક્રમે અને ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેઘી ૬૦% રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે. આ યાદીમાં ટોચના પાંચ નેતાઓમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ૪૮ ટકા સાથે ચોથા અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ ૪૪ ટકા સાથે પાંચમા ક્રમે છે.


નવેમ્બર ૨૦૨૧માં પણ દુનિયાના લોકપ્રિય નેતાઓના એક સરવેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થયો હતો. મોર્નિંગ કન્સલ્ટની વેબસાઈટ મુજબ આ રેટિંગ સાત દિવસની સરેરાશ પર આધારિત હોય છે. વર્ષ ૨૦૨૦ના મે મહિનામાં આ વેબસાઈટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ૮૪ ટકા રેટિંગ આપ્યું હતું, જે ૨૦૨૧માં ઘટીને ૬૩ ટકા થઈ ગયું હતું.
વિશ્વના ૧૩ નેતાઓની યાદીમાં અમેરિકાના પ્રમુખ જો-બાયડન ૪૩% રેટિંગ સાથે છેક છઠ્ઠા નંબરે છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચના ૧૦માં પણ સામેલ થઈ શક્યા નથી. બાઈડેન પછી કેનેડાના જસ્ટીન ટ્રુડો પણ માત્ર ૪૩% રેટિંગ સાથે ૭મા ક્રમે આવે છે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસન તે પછી ૪૧% જેટલી લોકપ્રિયતા સાથે આઠમા ક્રમે રહ્યા છે.
આ રેટિંગ એજન્સી 'મોર્નિંગ કન્સલ્ટન્ટે' પોતાની વેબસાઈટ ઉપર જણાવ્યું છે કે આ આંકડા ૧૩ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધી એકત્ર કરાયેલા અંકો ઉપર આધારિત છે. જેમાં + કે - (પ્લસ કે માઈનસ) બે એક ટકાનો ફેરફાર હોઈ શકે. તે ગણતરીએ પણ નરેન્દ્ર મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા બની રહ્યા છે, તે શંકારહિત છે.

દુનિયામાં સૌથી લોકપ્રિય પ્રમુખો
નામ    દેશ    ટકા
નરેન્દ્ર મોદી    ભારત    ૭૧
લોપેઝ ઓબ્રાડોર    મેક્સિકો    ૬૬
મારિયા દ્રાઘી    ઈટાલી    ૬૦
ફુમિયો કિશિદા    જાપાન    ૪૮
ઓલાફ શોલ્ઝ    જર્મની    ૪૪
જો બાઈડેન    અમેરિકા    ૪૩
જસ્ટિન ટ્રુડો    કેનેડા    ૪૩
સ્કોટ મોરિસન    ઓસ્ટ્રેલિયા    ૪૧
પેડ્રો સાંચેઝ    સ્પેન    ૪૦
મૂન જે-ઈ    દ. કોરિયા    ૪૦

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો