નવો પ્રયોગઃ હવે એક્સરેથી ખબર પડશે કોરોના છે કે નહીં, 98 ટકા સચોટ પરિણામો મળ્યા


- નવી તકનીક સ્કેનની સરખામણીએ 3,000 કરતાં વધારે છબિઓના ડેટાબેઝ માટે એક્સરે તકનીકનો ઉપયોગ કરે છે

નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

સ્કોટલેન્ડમાં વૈજ્ઞાનિકોના એક જૂથે કોરોના મહામારીને લઈ નવો પ્રયોગ કર્યો છે. તેના અંતર્ગત હવેથી એક્સરે (X-rays)નો ઉપયોગ કરીને જાણી શકાશે કે, દર્દીને કોરોના છે કે નહીં. એટલે સુધી કે વૈજ્ઞાનિકોએ તેને 98 ટકા સુધી સચોટ માન્યું છે. પરીક્ષણ કોઈ વ્યક્તિની અંદર વાયરસની ઉપસ્થિતિ જાણવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરે છે. 

5થી 10 મિનિટમાં પરિણામ

સંશોધકોએ એમ પણ જણાવ્યું કે, તે આરટી-પીસીઆર (RT-PCR) પરીક્ષણ કરતાં તેજ હશે અને 5થી 10 મિનિટમાં તેનું પરિણામ આવી જશે. ઉલ્લેખનીય છે કે, આરટી-પીસીઆરનો રિપોર્ટ આવવામાં એક કલાક કરતાં વધારે સમય લાગી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, લાંબા સમયથી એક ત્વરિત અને વિશ્વસનીય ઉપકરણની આવશ્યકતા હતી જે કોવિડ-19ની ઓળખ કરી શકે. એટલું જ નહીં એક્સરેના માધ્યમથી ઓમિક્રોન વેરિએન્ટ પણ ઝડપથી ઓળખી શકાશે. 

પરીક્ષણ કઈ રીતે કામ કરે છે?

યુડબલ્યુએસના સંશોધકોના કહેવા પ્રમાણે નવી તકનીક સ્કેનની સરખામણીએ 3,000 કરતાં વધારે છબિઓના ડેટાબેઝ માટે એક્સરે તકનીકનો ઉપયોગ કરે છે જે કોરોનાના દર્દીઓ, સ્વસ્થ વ્યક્તિઓ અને વાયરલ ન્યૂમોનિયા સાથે સંબંધિત છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ

આ તકનીકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે જે દૃશ્ય આકારણીનું વિશ્લેષણ કરવા અને નિદાન કરવા માટે એક અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. યુડબલ્યુએસના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એક વ્યાપક પરીક્ષણના તબક્કા દરમિયાન આ તકનીક 98 ટકા કરતાં પણ વધારે સચોટ સાબિત થઈ. 

નવી પરીક્ષણ તકનીક જીવન રક્ષક સાબિત થઈ શકે

પ્રોફેસર રમજાને જણાવ્યું કે, અનેક દેશ સીમિત નિદાન ઉપકરણોના કારણે મોટી સંખ્યામાં કોવિડ પરીક્ષણ કરવા અસમર્થ છે. પરંતુ આ સંશોધનના કારણે વાયરસને ઝડપથી ઓળખી શકાશે. વાયરસના ગંભીર કેસના નિદાન દરમિયાન તે મહત્વપૂર્ણ અને સંભવિતરૂપે જીવનરક્ષક સાબિત થઈ શકે છે. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે, સંક્રમણના પ્રારંભિક તબક્કા દરમિયાન એક્સરેમાં કોવિડ-19ના લક્ષણ નથી દેખાતા માટે તે પીસીઆર પરીક્ષણોનું સંપૂર્ણ સ્થાન ન લઈ શકે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો