કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના સાળાએ કરી આત્મહત્યા, મુંબઈ સ્થિત ઘરમાંથી મળ્યો મૃતદેહ


- લિજેલાએ ભાઈની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, 'કેમ? તેં મારા સાથે આવું શા માટે કર્યું. આ માટે હું તને કદી માફ નહીં કરૂં.'

નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી, 2022, શુક્રવાર

ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજા તથા તેમના પત્નીને ભારે મોટો આઘાત પહોંચ્યો છે. રેમો ડિસૂજાની પત્નીના ભાઈ એટલે કે તેમના સાળા જૈસન વાટકિંસે આત્મહત્યા કરી લીધી છે. 48 વર્ષીય જૈસન વાટકિંસનો મૃતદેહ તેમના મુંબઈ ખાતેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. 

મુંબઈ પોલીસ તરફથી મળતા અહેવાલ પ્રમાણે રેમો ડિસૂજાના સાળા જૈસનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ જૈસન મુંબઈના મિલ્લત નગરમાં રહેતો હતો અને તેણે પોતાના ઘરે ફાંસો લગાવી લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

રેમોની પત્ની લિજેલ ડિસૂજાના ભાઈ જૈસને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી તેની તબિયત ખરાબ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. 

લિજેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાઈની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, 'કેમ? તેં મારા સાથે આવું શા માટે કર્યું. આ માટે હું તને કદી માફ નહીં કરૂં.'

લિજેલે શેર કરેલી તસવીરોમાંથી એકમાં જૈસન ઓટોમાં પોતાની માતા સાથે બેઠેલો દેખાય છે. લિજેલે તેમની માફી માગતા લખ્યું છે કે, સોરી મા મેં તમને ફેલ કરી દીધા. 

લિજેલ અને રેમો હાલ ગોવામાં કોઈ લગ્ન એટેન્ડ કરવા ગયેલા હતા. જૈસનની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો હતો. રેમોના પ્રોજેક્ટમાં તેણે આસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે