ટેલિકોમ કંપનીઓ 28ને બદલે 30 દિવસના પ્રીપેડ રિચાર્જ પ્લાન આપે : ટ્રાઇનો આદેશ


28 દિવસની બચતથી જીઓને 6300 કરોડ, ભારતી એરટેલને 5400 કરોડ, વોડાફોન આઇડિયાને 2800 કરોડની કમાણી  

નોટિફિકેશન જારી થયાના 60 દિવસમાં ટેલિકોમ કંપનીઓને ટ્રાઇના નવા આદેશનો અમલ કરવો પડશે

ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઇ)એ ગ્રાહકોન ા હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ટ્રાઇએ તાજેતરમાં ટેલિકોમ ટેરિફ(૬૬મું સંશોધન) આદેશ જારી કર્યો છે. જે મુજબ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર(ટીએસપી)ને ૨૮દિવસને બદલે ૩૦ દિવસની માન્યતાવાળા રિચાર્જ પ્લાન પણ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓને ટ્રાઇના નવા આદેશ હેઠળ ૩૦ દિવસની માન્યતાવાળા પ્લાન નોટિફિકેશન જારી થયાના ૬૦ દિવસની અંદર રજૂ કરવાના રહેશે.

ટ્રાઇના નવા આદેશ અનુસાર દરેક ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર રજૂ કરવાનું રહેશે. જેની વેલિડિટી ૨૮ દિવસને બદલે પૂરા ૩૦ દિવસની હોય. આ પ્લાનને જો ગ્રાહક ફરીથી રિચાર્જ કરવા માગે તો તે વર્તમાન પ્લાનની તારીખથી જ કરાવી શકે તેવી જોગવાઇ હોવી જોઇએ.

આ અગાઉ ગ્રાહકોેએ ફરિયાદ દાખલ કરી હતી કે ટેલિકોમ કંપનીઓ સમગ્ર મહિનાનું રિચાર્જ આપતી નથી. ટેલિકોમ કંપનીઓ એક મહિનામાં ૩૦ દિવસની જગ્યાએ ૨૮ દિવસની વેલિડિટીવાળા પ્લાન આપી રહી છે. જેના પગલે ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને ૩૦ દિવસના પ્લાન પણ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

વાસ્તવમાં એવી ફરિયાદ કરવામાં આવીહતી કે ખાનગી ટેલિકોમ કંપનીઓ એક મહિનાના રિચાર્જના નામે ગ્રાહકોમે ૩૦ની જગ્યાએ ૨૮દિવસની વેલિડિટીવાળા પ્લાન ઓફર કરે છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર કંપની દર મહિને ૨ દિવસ કાપીને સમગ્ર વર્ષમાં ૨૮ દિવસની બચત કરે છે. આવી રીતે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો પાસેથી સમગ્ર વર્ષમાં ૧૨ની બદલે ૧૩ મહિનાના રિચાર્જના નાણા વસૂલ કરે છે. આવી જ રીતે બે મહિનાના રિચાર્જમાં ૫૪ અથવા ૫૬ દિવસોની વેલિડિટી મળે છે. જ્યારે ત્રણ મહિનાના રિચાર્જમાં ૯૦ દિવસને બદલે ૮૪ દિવસની વેલિડિટીની ઓફર કરવામાં આવે છે. 

જો એવરેજ રેવન્યુ પર યૂઝર(એઆરપીયુ) ના હિસાબે ગણતરી કરવામાં આવે તો ડિસેમ્બર, ૨૦૨૧ કવાર્ટરમાં રિલાયન્સ જિઓના યૂઝર ૪૨.૧ કરોડ રહ્યાં છે અને પ્રત્યેક મોબાઇલ યુઝરથી થનારી કમાણી પ્રતિ મહિને ૧૫૧.૬ રૃપિયા રહી છે. એટલે કે ૧૩મા રિચાર્જથી જિયોને લગભગ ૬૩૦૦ કરોડ રૃપિયાની આવક થઇ છે.

એરટેલના અત્યારે ડિસેમ્બર, ૨૦૨૧ કવાર્ટરના પરિણામ આવ્યા નથી. એટલે સપ્ટેમ્બર, ૨૦૨૧ કવાર્ટરના એવરેજ રેવન્યુ પર યુઝર(એઆરપીયુ)ના હિસાબથી એરટેલની પ્રત્યેક યૂઝરથી થનારી કમાણી ૧૫૩ રૃપિયા રહી છે. એરટેલના ૩૫.૫૨ કરોડ યૂઝર છે એટલે કે ૧૩મા રિચાર્જથી એરટેલને ૫૪૦૦ કરોડ રૃપિયાનો ફાયદો થયો છે. ડિસેમ્બર,૨૦૨૧ કવાર્ટરમાં વોડાફોન આઇડિયાના ૨૪.૭૨ કરોડ યૂઝર હતાં. કંપનીની એવરેજ રેવન્યુ પર યુઝર ૧૧૫ રૃપિયા રહી છે. ૧૩મા રિચાર્જથી વોડાફોન આઇડિયાને ૨૮૦૦ કરોડ રૃપિયાનો ફાયદો થયો છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો