ખુદ પીએમ મોદીએ અમને પ્રામાણિક હોવાનુ સર્ટિફિકેટ આપ્યુ છેઃ અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી, તા. 16. જાન્યુઆરી 2022 રવિવાર
ગોવામાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગયેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનુ કહેવુ છે કે, ગોવાના લોકો બદલવા ઈચ્છી રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે, પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો અને ભાજપ તેમજ કોંગ્રેસથી લોકો કંટાળી ગયા હોવાથી બદલાવ ઈચ્છી રહ્યા છે.ગોવામાં કરપ્શન ઘણુ વધારે છે.નોકરી માટે પણ લાંચ આપવી પડે છે.
કેજરીવાલે કહ્યુ હતુ કે, અ્મે દિલ્હીમાં કામ કરીને બતાવ્યુ છે.પ્રામાણિક સરકાર લોકોને આપી છે.અમારી ઈમાનદારીનુ સર્ટિફિકેટ તો ખુદ પીએમ મોદીએ અમને આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, તમારી સરકાર દેશની સૌથી ઈમાનદાર સરકાર છે.
તેમણે કહ્યુ હતુ કે, મોદીજીએ મારા પર તેમજ સિસોદીયાજી પર રેડ કરાવી હતી.21 ધારાસભ્યોની ધરપકડ કરાવી હતી.સીબીઆઈથી માંડીને ઈડી જેવી એજન્સીઓને અમારી પાછળ લગાવી હતી.અમારી 400 ફાઈલો ચેક કરવા માટે કમિશન બનાવ્યુ હતુ પણ અમારી એક પણ ભૂલ મળી નથી.
ઉલ્લેખનીય છે કે, ગોવાની 40 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે.
Comments
Post a Comment