સપાના ઘરમાં જ સ્ટ્રાઈક, BJPમાં સામેલ થઈ શકે છે મુલાયમ સિંહની નાની વહુ અપર્ણા યાદવ
- અપર્ણા યાદવ હંમેશાથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતી આવી છે
નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી, 2022, રવિવાર
મુલાયમ સિંહ યાદવના નાના દીકરાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં સામેલ થઈ શકે છે. જાણવા મળ્યા મુજબ અપર્ણાની ભાજપ સાથેની વાતચીત ફાઈનલ થઈ ચુકી છે. અપર્ણા યાદવ લખનૌની કૈંટ સીટ પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને બીજા નંબરે રહ્યા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીતા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. જોકે અપર્ણાને આશરે 63 હજાર મત મળ્યા હતા. અપર્ણા યાદવ મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના દીકરા પ્રતીક યાદવની પત્ની છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને યુપી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની ઉપસ્થિતિમાં રવિવારે ભાજપમાં અનેક પ્રમુખ હસ્તિઓ સામેલ થશે. એવો અંદાજો લગાવાઈ રહ્યો છે કે, આ દરમિયાન અપર્ણા પણ ભાજપમાં સામેલ થઈ જશે.
અપર્ણા યાદવ હંમેશાથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતી આવી છે. એટલે સુધી કે, તેમણે રામ મંદિર માટે 11 લાખ 11 હજાર રૂપિયાનો ફાળો પણ આપ્યો હતો. આ સાથે જ દત્તાત્રેય હોસબલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ બન્યા ત્યારે તેમના સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યો હતો.
Comments
Post a Comment