'એક હિંદુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી', મો.ક. ગાંધીની પુણ્યતિથિ પર રાહુલ ગાંધીની ટ્વિટ


- રાહુલ ગાંધીએ 2018માં પોતાના ભાષણમાં એવો આરોપ લગાવ્યો હતો કે, મહાત્મા ગાંધીની હત્યા પાછળ સંઘનો હાથ હતો

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર આખો દેશ આજે તેમને નમન કરી રહ્યો છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીને યાદ કરીને એક પોસ્ટ લખી હતી જેમાં હિંદુત્વને લઈ નિશાન સાધ્યું હતું. 

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'એક હિંદુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી. બધા હિંદુત્વવાદીઓને લાગે છે કે, ગાંધી નથી રહ્યા. જ્યાં સત્ય છે, ત્યાં આજે પણ બાપુ જીવીત છે! #GandhiForever'

રાહુલ ગાંધીએ ગાંધીના હત્યારા ગોડસેને હિંદુત્વવાદી ગણાવ્યા હતા અને ગોડસેની સાથે ભાજપ, આરએસએસના લોકોને પણ હિંદુત્વવાદી કહ્યા હતા. રાહુલના કહેવા પ્રમાણે હિંદુ અને હિંદુત્વવાદીમાં તફાવત છે. તેઓ પોતાની જાતને હિંદુ ગણાવે છે અને ભાજપ સાથે સંકળાયેલા લોકોને હિંદુત્વવાદી. 

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકરે રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો એક કેસ દાખલ કર્યો છે તેની સુનાવણી 5મી ફેબ્રુઆરીથી દરરોજ થશે. દીવાની કોર્ટના ન્યાયાધીશ અને ભિવંડીમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ પ્રથમ શ્રેણી જે.વી. પાલીવાલે આ આદેશ જાહેર કર્યો છે. 

2018ના એક કેસમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપો ઘડાયા

રાહુલ ગાંધીએ 2018માં પોતાના ભાષણમાં એવો આરોપ લગાવ્યો હતો કે, મહાત્મા ગાંધીની હત્યા પાછળ સંઘનો હાથ હતો. આરએસએસના એક સ્થાનિક કાર્યકર રાજેશ કુંતેએ પોતાના કેસમાં દાવો કર્યો છે કે, આ નિવેદનના કારણે આરએસએસની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. થાણેની કોર્ટે 2018માં રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપો નિર્ધારિત કર્યા હતા પરંતુ તેમણે એ આરોપો સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. 

જોકે સુપ્રીમ કોર્ટના એક વર્તમાન આદેશનો હવાલો આપીને કોર્ટે કહ્યું કે, રાહુલ વિરૂદ્ધનો કેસ પણ આ શ્રેણી અંતર્ગત જ આવે છે અને માટે તેના પર પ્રાથમિકતાથી, ઝડપથી અને નિયમિત આધાર પર સુનાવણી થાય તે આવશ્યક છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો