બિહારઃ કોલેજમાં ખોદકામ દરમિયાન પંચમુખી શિવલિંગ મળ્યું, શ્રદ્ધાળુઓનો પૂજા કરવા ધસારો


- કેટલાક લોકોના કહેવા પ્રમાણે પંચમુખી શિવલિંગ પર કોરવામાં આવેલી 5 આકૃતિઓ તથાગતની છે જે શાક્ય વંશ સાથે જોડાયેલા અનેક ગૂઢ ઇતિહાસની પરત ખોલી શકે 

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી, 2022, શનિવાર

બિહારના ઔરંગાબાદ ખાતે સિન્હા કોલેજમાં કોમર્સ ભવનના નિર્માણ માટે પાયો ખોદતી વખતે પંચમુખી શિવલિંગ મળી આવતા લોકોમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં ખોદકામ દરમિયાન પંચમુખી શિવલિંગ મળી આવતા કેટલાય વર્ષોથી વેરાન પડેલા વિસ્તારમાં જમીન નીચે શિવલિંગ ક્યાંથી પહોંચ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે. 

આ શિવલિંગ કાળા અને ભૂરા રંગના મિશ્રિત પથ્થરમાંથી સંપૂર્ણ નકશીકામ સાથે બનેલું છે તે વાતને લઈને પણ લોકો ભારે અચંબિત છે. ત્યાં ઉપસ્થિત કર્મચારીઓએ શિવલિંગ બહાર કાઢ્યું ત્યારથી તેને જોવા માટે કોલેજ પરિસરમાં લોકોની ભીડ જામી છે. આ સાથે જ લોકો પોત-પોતાની શ્રદ્ધાપૂર્વક શિવલિંગની આરાધના કરવા લાગ્યા છે. 

ભવન નિર્માણનું કાર્ય કરી રહેલા કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે પાઈલિંગ માટે હોલ કરવામાં આવી રહ્યા હતા તે સમયે જમીનથી 4 ફૂટ નીચે મશીનની બ્લેડ અથડાઈ હતી અને કોઈ મોટો પથ્થર નીચે દટાયેલો હોવાનું લાગ્યું હતું. ત્યાર બાદ ત્યાં ખોદકામ કરવામાં આવતા એક ફૂટ ઉંચુ પંચમુખી શિવલિંગ પ્રાપ્ત થયું. તેમણે કોલેજના આચાર્ય ડો. વેદપ્રકાશ ચતુર્વેદી અને એકાઉન્ટન્ટ મનોજ કુમાર સિંહને આ અંગે જાણ કરી હતી. 

ડો. વેદપ્રકાશ ચતુર્વેદીએ જણાવ્યું કે, આ શિવલિંગ ખાસ ચમકદાર ધાતુમાંથી બનેલું છે અને એવું જાણવા મળ્યું છે કે, પ્રાચીન કાળમાં તે સ્થળે ટેકારી મહારાજનું કાર્યાલય હતું અને મહેસૂલ વસૂલી કરનારા કર્મચારીઓ ત્યાં રહેતા હતા. બની શકે તેમના દ્વારા આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોય અને તે કાળાંતરે દબાઈ ગઈ હોય. 

આસપાસના ક્ષેત્રના લોકો તેને સૂર્યમંદિરના કાળખંડ સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. કેટલાક લોકોના કહેવા પ્રમાણે પંચમુખી શિવલિંગ પર કોરવામાં આવેલી 5 આકૃતિઓ તથાગતની છે જે શાક્ય વંશ સાથે જોડાયેલા અનેક ગૂઢ ઇતિહાસની પરત ખોલી શકે છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો