દેશમાં કેસ ભલે ઘટવા લાગ્યા હોય, પરંતુ કોરોના હજુ સાવ ગયો નથી : WHO


ભારત સ્થિત ડબલ્યુએચઓના અધિકારીની સાવધાન રહેવાની ભલામણ

ઓમિક્રોન જેવા નવા વેરિઅન્ટનો ખતરો મંડરાતો હોવાથી તમામને વેક્સિનનો બૂસ્ટર ડોઝ મળે તે જરૂરી

નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં દક્ષિણ પૂર્વ એશિયાનાં રીજીયોનલ ડીરેકટર પૂનમ ક્ષેત્રપાલ સિંઘે ચેતવણી આપતા કહ્યું હતું કે કેસ ભલે ઘટી રહ્યાં હોય, પરંતુ કોરોના સાવ ગયો નથી. હજુ પણ મહામારી ચાલી રહી છે અને તમામને બૂસ્ટર ડોઝ મળે તે જરૂરી છે. ઓમિક્રોન જેવો વેરિઅન્ટ ગમે ત્યારે ફરીથી ત્રાટકી શકે છે.

ડબલ્યુએચઓના અધિકારીએ કહ્યું હતું કે એકેય દેશ કોરોનામાંથી સંપૂર્ણ મુક્ત થયો નથી. ભલે કેસ ઘટતા જતા હોય, પરંતુ ઓમિક્રોન જેવા વાયરસનો ખતરો તો તમામ દેશો પર મંડરાઈ રહ્યો છે. તેની સામે વિેશષ કાળજી રાખવી જરૂરી છે.

તમામ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવા જોઈએ. ઓમિક્રોન એટલો ખતરનાક નિવડયો નથી તેની પાછળ વેક્સિનેશને બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. જો વેક્સિનેશન થતું રહેશે તો ઓમિક્રોન જેવા નવા વેરિઅન્ટ સામે બચાવ થશે.

ભારત અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે દૈનિક સ્તરે જોતાં કોવિદ-19 કેસો સંદર્ભે હજીપણ તે જોખમમાંથી બહાર આવ્યો નથી. આથી તેણે આ વાયરસનો પ્રસાર વધે નહીં તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. અને પરિસ્થિતિ પ્રમાણે (સિચ્યુએશન સ્પેસિફિક) જાહેર આરોગ્ય અંગે પગલાં લેવાં જોઇએ. તથા આ મહામારી સામે, વેક્સિનેશન હજી પણ વધુ ઝડપી બનાવવું જોઇએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે કેટલાંક શહેરો અને રાજ્યોમાં કોવિદ-19 કે તેનાં વેરીયન્ટસનું પ્રસારણ સ્થિર થયું છે, તેમ છતાં જોખમ તો રહેલું જ છે. આથી આપણે, આ અંગે સતત સાવચેત રહેવાની જરૂર છે. આ સાથે, કોવિદ-19 કે તેમાં અન્ય સ્વરૂપો (વેરીયન્ટસ)નું સંક્રમણ ન વધે તે ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે.

આ ટીકાઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તેવું જાહેર કરવામાં આવ્યું હતું કે કોવિદ કેસો કેટલાક વિસ્તારોમાં સ્થિર થયા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના સહ-સચિવ લવ અગ્રવાલે કબુલ્યું હતું કે આ અંગે ચાલેલા પ્રવાહ અંગે સાવચેત રહેવું જરૂરી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો