ક્રૂડ 90 ડોલરની સપાટી કૂદાવી સાત વર્ષની ટોચે


પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીની આરબ દેશો સાથે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા વાટાઘાટો

હવે 100 ડોલર પર નક્રૂડ 90 ડોલરની સપાટી કૂદાવી સાત વર્ષની ટોચેજર : અમેરિકાએ પોતાના જથ્થામાંથી 135 લાખ બેરલ ક્રૂડ બજારમાં ઠાલવ્યું : યુક્રેન પ્રશ્ને અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ, અબુધાબી પર થયેલા હુમલાની ક્રૂડના ભાવ પર અસર વર્તાઈ

મુંબઈ : ક્રૂડતેલના ભાવમાં આજે ઉંચા ભાવની તેજી આગળ વધતાં વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉછળી બેરલદીઠ 90 ડોલરની સપાટી કુદાવી ગયા હતા. ક્રૂડતેલ બજાર ઉંચકાઈ સાત વર્ષની નવી ટોચે પહોંચી છે. યુક્રેન પ્રશ્ને રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધતાં તથા ઈરાનના અમુક ત્રાસવાદી જૂથો આબુધાબી તરફ હુમલાઓ કરતા થતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ પર તેજીની અસર દેખાઈ હતી.

જોકે ભાવ ઉછળતાં અમેરિકાની સરકારે પોતાની હસ્તક રહેલા જથ્થામાંથી આશરે 130થી 135 લાખ બેરલસ ક્રૂડતેલ બજારમાં ઠાલવવા નિર્ણય કર્યાના નિર્દેશો વહેતા થતાં ક્રૂડતેલના ઉંચા મથાળે ઉછાળાને અનુસરવા સાવચેતીનો સૂર પણ આજે વિશ્વબજારમાં જોવા મળ્યો હતો.

દરમિયાન, વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના બે દિવસમાં 86.29 ડોલરથી વધી આજે 90.50 ડોલર સાંજે રહ્યાના સમાચાર મળ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ પણ બે દિવસમાં બેરલદીઠ 83.03 ડોલરથી વધી આજે 87.87 ડોલર બોલાઈ રહ્યા હતા.

ઓપેકના દેશોમાં પણ ક્રૂડતેલનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થઈ રહ્યાની ચર્ચા વિશ્વબજારમાં આજે સંભળાઈ રહી હતી. જોકે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક 24 લાખ બેરલ્સ વધ્યો હોવાનું એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું.

આવો સ્ટોક ત્યાં 7 લાખ 25થી 30 હજાર બેરલ્સ ઘટવાની અપેક્ષા રખાતી હતી તેના બદલે હકીકતમાં ત્યાં સ્ટોકમાં 24 લાખ બેરલ્સની વૃધ્ધિ થઈ છે તથા સ્ટોક વધી ત્યાં 4162 લાખ બેરલ્સના મથાળે પહોંચ્યાના સમાચાર હતા. અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક પણ 13 લાખ બેરલ્સ વધી 2479 લાખ બેરલ્સ થયાના સમાચાર હતા.

ત્યાં આ સ્ટોક વધી ફેબુ્રઆરી 2021 પછીની નવી ટોચે પહોંચ્યો છે. દરમિયાન, ક્રૂડતેલના ભાવ આગળ ઉપર વધઘટે 100 ડોલર થવાનો અંદાજ તાજેતરમાં ગોલ્ડમેન સેક દ્વારા વ્યક્ત કરાયો હતો અને ત્યારબાદ ભાવ વધી હવે 90 ડોલરનો આંબી જતાં હવે 100 ડોલર પર બજારની નજર રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ક્રૂડના ભાવ વધવાની સાથે ભારતે પણ ઓઇલ ઉત્પાદક દેશો સાથે વાટાઘાટ કરવાનો પ્રારંભ કર્યો છે. પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (એડનોક)મેનેજિંગ ડિરેક્ટર અને ગુ્રપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) સુલ્તાન અલ જબેર સાથે વાત કરી હતી.

તેમા દ્વિપક્ષીય એનર્જી પાર્ટનરશિપ અંગે પણ ચર્ચા કરી હતી. તેની સાથે તેમણે યુએઇ પર થયેલા આતંકવાદી હુમલાની ટીકા કરી હતી જેમા બે ભારતીયોના મોત થયા હતા. આ અંગે જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે ભારતે ઓઇલ ઉત્પાદક દેશોને ઉત્પાદન વધારવા અને ભાવ ઘટાડવા કહ્યું છે.

આગામી સપ્તાહે બીજી ફેબુ્રઆરીના રોજ ઓપેકના દેશોની બેઠક યોજાવવાની છે અને તેમા ઉત્પાદનમાં વધારો કરવો કે નહીં તે અંગે નિર્ણય થશે. આના લીધે આઇઓસીનો ભાવ તાજેતરમાં ઘટીને 119.80 પર પહોંચી ગયો હતો, જે ગુરૂવારે 123.10 પર બંધ આવ્યો હતો. જ્યારે બીપીસીએલનો ભાવ  ગુરૂવારે 375નું તળિયું બનાવી 381.90 પર બંધ આવ્યો હતો. જ્યારે એચપીસીએલનો ભાવ ઘટીને 308.35 પર બંધ આવ્યો હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે