રેલવે ભરતી મુદ્દે બિહારમાં ધમાલ : વિદ્યાર્થીઓએ ટ્રેન સળગાવી


અંધાધૂંધ લાઠીચાર્જ કરવા બદલ છ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

વિદ્યાર્થીઓ પકોડા તળીને રોજગારી મેળવે તેવી નીતિ સરકારે બદલવી પડશે, નહીંતર આવા બનાવો વારંવાર બનશે : માયાવતી

રેલવેની ભરતી મુદ્દે વિદ્યાર્થીઓએ પ્રદર્શનો કર્યા હતા. એ દરમિયાન બિહારના કરિમગંજ પાસે ઉભી રહેલી ટ્રેનમાં આગ ચાંપી દીધી હતી. એ ટ્રેનના છ ડબ્બા બળીને ખાક થઈ ગયા હતા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. રેલવેની ભરતી મુદ્દે હજારો વિદ્યાર્થીઓ એકઠા થઈને પ્રદર્શન કરી રહ્યા હતા એ વખતે ઉશ્કેરાટમાં આ ઘટના બની હતી. આ વિદ્યાર્થીઓની માગણીના સમર્થનમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ દિલ્હીના રેલવે મંત્રાલયના કાર્યલય સામે પ્રદર્શનો કર્યા હતા. ઈન્ટેલિજન્સ અહેવાલમાં દાવો થયો હતો કે રેલવેની ભરતીને લઈને જે પ્રદર્શનો થઈ રહ્યા છે એમાં એનએસયુઆઈનો હાથ છે.


રેલવેની ભરતીના મુદ્દે બિહાર અને યુપીમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનો શરૃ કર્યા હતા. એ વિરોધ પ્રદર્શનો દરમિયાન બિહારમાં એક ટ્રેનને આગ લગાડી દેવામાં આવી હતી. હજારો વિદ્યાર્થીઓએ એકઠા થઈને પ્રદર્શનો શરૃ કર્યા હતા અને એ વખતે ઉશ્કેરાઈને વિદ્યાર્થીઓએ છ ડબ્બામાં આગ ચાંપી દીધી હતી. પોલીસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. બિહારની પોલીસે કોચિંગ ક્લાસના સંચાલન અને યુટયૂબ વીડિયોના કારણે જાણીતા થયેલા ખાન સર નામના આરોપી સામે કેસ દાખલ કર્યો હતો. આ વ્યક્તિનો વીડિયો હિંસા માટે જવાબદાર હોવાનું પોલીસે કહ્યું હતું. તે સિવાયના કોચિંગ ક્લાસના ઘણાં સંચાલકોનો આ આગની ઘટનામાં હાથ હોવાનું કહેવાયું હતું.


એવી જ રીતે યુપીના પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓએ એક પેસેન્જર ટ્રેનને રોકવાની કોશિશ કરી હતી. એ મુદ્દે પોલીસે બેની ધરપકડ કરી હતી અને ૧૦૦૦ જેટલા અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. વિદ્યાર્થીઓ સામે બિનજરૃરી બળપ્રયોગ કરવાના આરોપ હેઠળ પ્રયાગરાજના છ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈન્ટેલિજન્સ અહેવાલમાં કહેવાયું હતું કે યુપી-બિહારમાં રેલવેની હિંસા પાછળ કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈનો હાથ છે. એનએસયુઆઈએ જ ૨૬મી જાન્યુઆરીએ દેશભરમાં રેલવેની ભરતીના સંદર્ભમાં રેલ રોકો આંદોલનને આહ્વાહન આપ્યું હતું. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ દિલ્હીમાં રેલવે મંત્રાલય કાર્યાલય સામે વિદ્યાર્થીઓની માગણીને સમર્થન આપીને પ્રદર્શનો કર્યા હતા.
વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો પછી રાજકીય નિવેદનો પણ આવ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓ પકોડા તળીને રોજગારી મેળવે તેવી નીતિ બદલવી પડશે. જ્યાં સુધી સરકાર આ માનસિકતા નહીં બદલે ત્યાં સુધી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનો કરશે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓ ઉપર બળપ્રયોગ કરે છે તે બિલકુલ યોગ્ય નથી. સરકારે તેમની માગણી તરફ ધ્યાન આપીને યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતીઃ અધિકારો માટે અવાજ ઉઠાવવા દેશનો દરેક યુવાન સ્વતંત્ર છે. જે ભૂલી ગયા છે તેમને યાદ અપાવો કે ભારત ગણતંત્ર હતું, ગણતંત્ર છે અને ગણતંત્ર જ રહેશે. રોજગાર માગતા વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરવો યોગ્ય નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો