કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે હાર્ટ એટેક આવતાં અંતિમ શ્વાસ લીધા


મુંબઇ, તા. 17 જાન્યુઆરી 2021, 

પ્રખ્યાત કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. પદ્મ વિભૂષણ 83 વર્ષીય બિરજુ મહારાજને હાર્ટ એટેક આવ્યા બાદ રવિવાર અને સોમવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા આ માહિતી આપી હતી.

બિરજુ મહારાજનું સાચું નામ બ્રીજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ લખનૌમાં થયો હતો. બિરજુ મહારાજને 1983મા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા, તેમણે ઉમરાવ જાન, દેઢ ઇશ્કિયાં, બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો સહિત ઘણી બૉલીવુડ ફિલ્મોમાં નૃત્ય પણ કર્યું છે. પદ્મ વિભૂષણ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે.  2012માં વિશ્વરૂપમ ફિલ્મમાં તેમની નૃત્ય કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પંડિત બિરજુ મહારાજને થોડા દિવસો પહેલા કિડનીની બીમારી હોવાનું નિદાન થયું હતું. તેઓ ડાયાલિસિસ પર  હતા પરંતુ ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમનું અવસાન થયું હતું.

બિરજુ મહારાજ દેશના પ્રખ્યાત કથ્થક ઘરાનાથી સંબંધ ધરાવે છે. તેઓ જગ્ગનાથ મહારાજના પુત્ર છે. બિરજૂ મહારાજને તેમના કાક લછ્છુ મહારાજ અને શંભૂ મહારાજે કથ્થકની તાલિમ આપી છે. પિતાના મૃત્યુ બાદ ખૂબ જ સંઘર્ષ બાદ બિરજૂ મહારાજનો પરિવાર દિલ્હી આવ્યો હતો. બિરજૂ મહારાજે 13 વર્ષની નાની ઉંમરે સંગીત ભારતીમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું.

અદનાન સામીએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું - મહાન કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી હું ખૂબ જ દુખી છું. આજે આપણે કલા ક્ષેત્રે એક અનોખી સંસ્થા ગુમાવી છે. તેણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.

ભોજપુરી લોક ગાયિકા માલિની અવસ્થીએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું- આજે ભારતીય સંગીતની લય બંધ થઈ ગઈ છે. સુર મૌન થઈ ગયા, ભાવ ઘટીને શૂન્ય થઈ ગયા. કથકના સરતાજ પંડિત બિરજુ મહારાજ હવે નથી રહ્યા. લખનૌની દેવધી આજે નિર્જન બની ગઈ હતી. કાલિકાબિંદાદિન જીની ભવ્ય પરંપરાની સુવાસ સમગ્ર વિશ્વમાં ફેલાવનાર મહારાજ જી અનંતમાં વિલીન થઈ ગયા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો