યુદ્ધ પૂરૂં થવાની શક્યતા : રશિયા અને યુક્રેન સમાધાનની નજીક પહોંચ્યા


અમારા પરનો હુમલો પર્લ હાર્બર અને 9-11 જેવો, તમારી મદદની જરૂર: ઝેલેન્સ્કી

યુદ્ધ લાંબુ ચાલશે તો યુક્રેનના 99 ટકા લોકો પાયમાલ થશે : યુએન યુક્રેનમાં આક્રમણ રોકવા રશિયાને આંતરરાષ્ટ્રીય કોર્ટનો આદેશ

રાજકીય મંત્રણાની સાથે-સાથે યુક્રેનને ધ્વસ્ત કરવા આગેકૂચ કરતું રશિયન લશ્કર  યુરોપીયન કાઉન્સિલે રશિયાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એકમમાંથી દૂર કર્યુ

કીવ : યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધનો અંત લાવવા કામચલાઉ શાંતિ આયોજન તૈયાર કરી દેવાયું છે. આ ડીલમાં યુદ્ધવિરામ અને રશિયાના લશ્કરની યુક્રેનમાંથી વિદાયનો સમાવેશ થાય છે. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું છે કે જો યુદ્ધ એક વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યું તો દર દસમાંથી નવ યુક્રેનિયન નાગરિક દારૂણ ગરીબીમાં જીવતો હશે અને બે દાયકાનો આિર્થક વિકાસ ભૂંસાઈ જશે.  

યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ અમેરિકન સેનેટને કરેલા સંબોધનમાં જણાવ્યું પર્લ હાર્બર અને 9-11ના હુમલાને ટાંકીને જણાવ્યું હતું કે અમને રશિયા સામે લડવા તમારી જરૂર છે. યુક્રેનમાં ચાલતા ભીષણ હુમલા વચ્ચે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લેવરોવે જણાવ્યું હતું કે યુક્રેન સાથે કેટલાક મુદ્દા પર સંમતિ સધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે યુક્રેનના ન્યુટ્રલ સ્ટેટસ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.

લાવરોવનું આ નિવેદન ત્યારે આવ્યુ હતુ જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે હવે રશિયા તરફથી વધારે વાસ્તવવાદી માંગ કરવામાં આવી રહી છે. તેમણે તે સ્પષ્ટ રીતે સંકેત આપ્યો હતો કે તેમનો દેશ નાટોમાં સામેલ થવા જઈ રહ્યો નથી.  બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર સંઘની ટોચની કોર્ટે રશિયાને યુક્રેનમાં યુદ્ધ રોકવા કહ્યુ છે.

યુક્રેને દાખલ કરેલા કેસના પગલે તેણે આ આદેશ આપ્યો છે. જો કે કેટલાયને શંકા છે કે રશિયા આ આદેશનું પાલન કરશે કે નહી. યુક્રેને બે સપ્તાહ પહેલા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે વર્લ્ડ કોર્ટ તરીકે પણ જાણીતી છે તેને દરમિયાનગીરી કરવાનું કહેતા દલીલ કરી હતી કે રશિયાએ 1948ના જેનોસાઇડ કન્વેન્શનનો પણ ભંગ કર્યો છે.

તેમા યુક્રેન પર નરસંહારનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને યુક્રેનમાં ઘૂસણખોરીનો આધાર બનાવાયો છે. કોર્ટના પ્રમુખઅમેરિકન જજ જોન ઇ ડોનોઘુએ જણાવ્યું હતું કે રશિયન ફેડરેશને 24 ફેબુ્રઆરીથી શરૂ કરેલા આ ખાસ મિલિટરી ઓપરેશનને તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ.

હવે જે દેશો ઇન્ટરનેશનલ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરે છે તે બાબત યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં થાય છે, જ્યાં રશિયા વીટો પાવર ધરાવે છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ બાબતને મહત્ત્વનો વિજય ગણાવ્યો હતો.  યુએનડીપીના વહીવટકર્તા એકિમ સ્ટેઇનરે જણાવ્યું હતું કે તેમની એજન્સી કીવ સરકાર સાથે આૃર્થતંત્રને ધ્વસ્ત થતું અટકાવવા પર કામ કરી રહી છે.

તેમનું ધ્યેય કુટુંબોને રોકડ ટ્રાન્સફર કરવાનું છે, જેથી તેઓ ફૂડ ખરીદી શકે. તેની સાથે તેમને મૂળભૂત સેવા પૂરી પાડવાનું જારી રાખવાનું છે. તેમણે જણાવ્યું હતું કે જો આ જ રીતે યુદ્ધ જારી રહ્યું તો વધુને વધુ યુક્રેનિયનો ગરીબીનો ભોગ બનશે.

આ સંજોગોમાં સમગ્ર આૃર્થતંત્ર ધ્વસ્ત થઈ શકે છે. પ્રતિદિન સાડા પાંચ ડોલરથી ઓછી કમાતી વ્યક્તિને ગરીબી રેખા હેઠળની વ્યક્તિ કહેવાય છે. 24 ફેબુ્રઆરી પહેલા ફક્ત બે ટકા યુક્રેનિયનો જ ગરીબીરેખા નીચે હતા. આમ યુક્રેને રશિયાથી અલગ થયા પછી સાધેલો આિર્થક વિકાસ ખતમ થઈ શકે છે. 

રશિયાના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે યુક્રેન પાસે તેવા શસ્ત્રો ન હોવા જોઈએ જેથી રશિયા સામે ભય પેદા થાય. તેમણે જણાવ્યું હતું કે યુક્રેન સાથે ચાલતી વાતચીત ઘણી આકરી છે. કેટલાક અન્ય મહત્ત્વના મુદ્દા પણ છે. તેમા યુક્રેનમાં રશિયન ભાષાના પ્રયોગ અને અભિવ્યક્તિની આઝાદી સામેલ છે.

રશિયા સાથે વાતચીત કરવા માટે રચાયેલા યુક્રેનના પ્રતિનિિધમંડળના સભ્ય તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઇલો પોડોલ્યાકે ટવીટ કર્યુ હતું કે મંત્રણા બુધવારે પણ જારી રહેશે. અત્યંત કઠિન અને મુશ્કેલ પ્રક્રિયા છે. બંને દેશ વચ્ચે મૌલિક મતભેદ છે, છતાં પણ સમજૂતી માટ અવકાશ છે.

મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુરોપીયન પરિષદના વડા ચાર્લ્સ મિશેલે યુક્રેનના મામલે ફોન પર વાતચીત કરી. આ દરમિયાન યુરોપીયન કાઉન્સિલે રશિયાને આંતરરાષ્ટ્રીય માનવ અિધકાર એકમમાંથી દૂર કર્યુ હતુ. 

ઝેલેન્સ્કીએ યુએસ સેનેટને કરેલી લાગણીસભર અપીલમાં જણાવ્યું હતું કે યુએસ સેનેટ રશિયા પર વધારે આકરા પ્રતિબંધ લગાવે. તેમણે યુક્રેન પરના થયેલા હુમલાને અમેરિકા પર પર્લ હાર્બર અને 9-11ના થયેલા હુમલા જેવો ગણાવ્યો હતો.

યુક્રેનમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે અમેરિકન કંપનીઓને રશિયા છોડી દેવાની અપીલ કરી હતી. ઝેલેન્સ્કીની અપીલના પગલે બાઇડેન યુક્રેનને 80 કરોડ ડોલરની શસ્ત્ર સહાય પૂરી પાડે તેમ મનાય છે.

પશ્ચિમના રશિયા પરના આર્થિક પ્રતિબંધો નિષ્ફળ : પુતિન

મોસ્કો : રશિયાના પ્રેસિડેન્ટ વ્લાડીમીર પુતિને બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનમાં ઓપરેશન સફળતાપૂર્વક આગળ વધી રહ્યુ છે અને તે નિર્ધારિત આયોજન મુજબ જ આગળ વધી રહ્યુ છે. તેની સાથે રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધો નિષ્ફળ ગયા છે. તેમણે આ પ્રતિબંધોને આક્રમક વલણ અને આિર્થક, રાજકીય અને માહિતીના યુદ્ધના શસ્ત્રો સમાન ગણાવ્યા હતા. પુતિને જણાવ્યું હતું કે પશ્ચિમને હતું કે પ્રતિબંધોના લીધે રશિયા પડી ભાંગશે, પરંતુ તેવું થયું નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો