હૈદરાબાદઃ લાકડાના ગોદામમાં આગ હોનારત, 11ના મોત, અનેક દાઝ્યા


- ગોદામમાં કામ કરતાં માણસો જીવતા ભૂંજાયા, તમામ મૃતકો મૂળે બિહારના હતા

હૈદરાબાદ, તા. 23 માર્ચ 2022, બુધવાર

તેલંગાણાના હૈદરાબાદ ખાતે બુધવારે ભારે મોટી આગ હોનારતની ઘટના બની છે. હૈદરાબાદના બાયોગુડા ખાતે લાકડાના એક ગોદામમાં આગ લાગવાના કારણે 11 લોકોના સળગી જવાથી મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો આગની ઝાળ લાગવાના કારણે દાઝી ગયા છે. 

આગ હોનારત બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાના કારણે ત્યાં કામ કરતાં લોકો જીવતા ભૂંજાયા હતા અને તેઓ સૌ બિહારના હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને પોલીસે આ મામલે તપાસ આરંભી છે. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો