રશિયન ઉદ્યોગપતિ અને યુક્રેનિયન શાંતિ વાટાઘાટકાર શંકાસ્પદ ઝેરની લપેટમાં


- અબ્રામોચિવ અને યુક્રેન ટીમના ઓછામાં ઓછા બે વરિષ્ઠ સદસ્યો શંકાસ્પદ ઝેરથી અસરગ્રસ્ત થયા હતા

નવી દિલ્હી, તા. 29 માર્ચ 2022, મંગળવાર 

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલું છે. તમામ પ્રયત્નો કરવા છતાં કોઈ નક્કર પરિણામ નથી મળ્યું. રશિયન અબજપતિ રોમન અબ્રામોવિચ અને યુક્રેનના શાંતિ વાર્તાકારોએ માર્ચ મહિનાની શરૂઆતમાં કીવમાં એક બેઠક કરી હતી. બેઠક બાદ આ ચારેય લોકોને શંકાસ્પદ ઝેરની લપેટમાં આવ્યા હતા. આશંકા છે કે, શાંતિ વાટાઘાટને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું હશે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે આ મામલા સાથે જોડાયેલા લોકોનો હવાલાથી સોમવારે આ જાણકારી આપી હતી. 

અબ્રામોચિવ અને યુક્રેન ટીમના ઓછામાં ઓછા બે વરિષ્ઠ સદસ્યો શંકાસ્પદ ઝેરથી અસરગ્રસ્ત થયા હતા. અબ્રામોચિવ યુક્રેનની વિનંતી પર વાટાઘાટોમાં મદદ કરવા માટે સમંત થયા હતા જેથી યુક્રેન પર રશિયાના હુમલાને રોકી શકાય. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેનની સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. 

શંકાસ્પદ ઝેરનો શિકાર થયેલા લોકોમાં આંખોની લાલાશ, સતત દુખાવો અને ચહેરા અને હાથની ચામડીના છોલાવાનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રશિયન ઉદ્યોગપતિ ક્રીમિયન તાતાર લોમેકર રુસ્તમ ઉમેરોવની હાલતમાં સુધારો છે અને તેમનો જીવ જોખમની બહાર છે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો