આયુર્વેદ કે અલોપેથી મળે સરખો પગાર: સુપ્રીમ કોર્ટનો આદેશ


નવી દિલ્હી તા. 26 માર્ચ 2022, શનિવાર 

આર્યુવેદ, યૂનાની, હોમીયોપેથી કે અન્ય ડોકટરને પણ એલોપેથીક કે ડેન્ટલ ડોકટર જેટલો જ પગાર મળવો જોઈએ. એમાં કોઈ ભેદભાવ રખાય તો તે બંધારણની કલમ 14ની વિરુદ્ધ ગણાય, એવો મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે એક કેસમાં આપ્યો છે.

કેસની વિગત અનુસાર, ઉત્તરાખંડ રજયમાં 2012માં નેશનલ હેલ્થ મિશન અનુસાર આયુષ (આયુર્વેદ, યોગા, યૂનાની, સિધ્ધા અને હોમીયોપેથી) તેમજ એલોપેથીક તબીબની ભરતી થઈ હતી. સરકારે બન્ને માટે પગારના ધોરણ અલગ અલગ રાખ્યા હતા. આ સામે આયુષ ડોક્ટરોએ ઉત્તરાખંડ હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. અદાલતે આયુષ ડોકટરની તરફેણમાં ચુકાદો આપતાં રાજ્ય સરકારે સુપ્રિમમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ જે એન મહેશ્વરીની બેંચે ચુકાદો આપ્યો હતો કે હાઇકોર્ટ જે નિર્ણય લીધો છે તે વ્યાજબી છે. આયુષ અને અન્ય ડોકટરને સરખો જ પગાર મળવો જોઈએ. આમ થાય નહિ તો તે બંધારણીય જોગવાઇ વિરુદ્ધ છે.

અગાઉ ઑગસ્ટ 2021માં અન્ય એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બધા જ ડોકટરો માટે નિવૃત્તિ વયમર્યાદા સરખી હોવાનો ચુકાદો આપ્યો હતો.

બન્ને કેસમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે ડોકટરની કામગીરી દર્દીની સારવાર છે. આયુષ કે અન્ય ડોકટર પોતાના ભણતર અને જ્ઞાન અનુસાર દર્દીની સારવાર કરે છે અને તેમાં કોઈ ભેદભાવ હોવો જોઈએ નહિ.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે