બીરભૂમ હિંસા વિવાદ વચ્ચે બંગાળમાં વધુ એક TMC નેતાની હત્યા
કોલકાતા, 24 માર્ચ 2022, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં એક બાદ એક હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બીરભૂમમાં 8 લોકોને જીવતા સળગાવી દેવાનો મામલો હજુ ઠંડો નથી થયો ત્યાં હવે નાદિયા જિલ્લામાં એક TMC નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પીડિતનું નામ સહદેવ મંડલ જણાવવામાં આવી રહ્યું છે. તેઓ TMCના સ્થાનિક કાર્યકર હતા. સહદેવની પત્ની અનિમા મંડળ બગુલા ગ્રામ પંચાયત નંબર-2ના સભ્ય છે.
બુધવારે રાત્રે સ્થાનિક લોકોએ તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલા મળી આવ્યા હતા. આજુબાજુના લોકો તેમને લઈને બગુલાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા. તેમની હાલત વધારે ગંભીર થતા તેમને કૃષ્ણનગર, શક્તિનગરના હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યા તેમનું મૃત્યું થઈ ગયું હતું.
TMC નેતાની હત્યા બાદ શરૂ થઈ હતી હિંસા
તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં બીરભૂમમાં TMCના એક પંચાયત નેતા ભાદૂ શેખની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોના સળગીને મૃત્યું થઈ ગયા છે. તેમના ઘરોમાં આગ લગાવી દેવામાં આવી હતી જેમાં તેઓ જીવતા સળગીને મરી ગયા હતા. આ ઉપરંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા હતા.
Comments
Post a Comment