અંતિમ બોલ પર સાઉથ આફ્રિકા સામે હારી ભારત વર્લ્ડકપમાંથી બહાર, નો બોલ ભારે પડી ગયો
નવી દિલ્હી, તા. 27. માર્ચ. 2022 રવિવાર
સાઉથ આફ્રિકા સામેની હાર સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે .
સાઉથ આફ્રિકાનો ભારત સામે આખરી બોલ પર વિજય થયો હતો.ભારતે પહેલા બેટિંગ કરતા 274 રન કર્યા હતા અને સાઉથ આફ્રિકાએ છેલ્લા બોલે 7 વિકેટ ગુમાવીને 275 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
હવે મહિલા વર્લ્ડકપની સેમી ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તેમજ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે.
ભારતીય સિનિયર ક્રિકેટર મિતાલી રાજ અને જુલન ગોસ્વામીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો અને તેમનુ આખરી વર્લ્ડ કપમાં રમીને્ ભારત માટે આ કપ જીતવાનુ સ્વપ્ન પણ તુટી ગયુ છે.
છેલ્લી ઓવરમાં સાઉથ આફ્રિકાને સાત રન કરવાના હતા.દિપ્તી શર્માએ છેલ્લી ઓવર નાંખી હતી.તેની બોલિંગ તો સારી હતી પણ પાંચમો બોલ નો બોલ હતો અને્ આ બોલ પર ભારતને વિકેટ મળી હતી.આમ ના તો ભારતને વિકેટ મળી હતી અને એક એકસ્ટ્રા રન પણ સાઉથ આફ્રિકાને મળી ગયો હતો.સાથે સાથે ફ્રી હિટ પણ મળી હતી.
ભારતીય ટીમ તરફથી મિતાલી રાજે 68, શેફાલી વર્માએ 53 અને અને સ્મૃતિ મંદાનાએ 71 રનની ઈનિંગ રમી હતી. અને સાઉથ આફ્રિકા તરફી વો્લવાર્ડે 80 રન તથા મિગનન ડુ પ્રીજે 52 રનની ઈનિંગ રમી હતી.
સાઉથ આફ્રિકાએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી .પણ દરેક ખેલાડીએ આપેલા નોંધપાત્ર યોગદાનના કારણે સાઉથ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
Comments
Post a Comment