બંગાળની ખાડીમાં 'અસાની' વાવાઝોડું રચાયું આંદામાન-નિકોબારમાં ભારે વરસાદની વકી
- વર્ષના પ્રથમ વાવાઝોડાનું નામ શ્રીલંકાએ સૂચવ્યું
- બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર 19 માર્ચની સવાર સુધી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે
નવી દિલ્હી : વર્ષનું પ્રથમ વાવાઝોડું 'અસાની' દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં રચાયું છે અને આવતીકાલથી અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જો કે પૂર્વીય તટીય વિસ્તારોમાં વરસાદ પડશે નહીં.
પોતાના પ્રથમ પ્રિ જિનેસિસ ટ્રેક એન્ડ ઇન્ટેન્સિટી ફોરકાસ્ટ મુજબ ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ જણાવ્યું છે કે મંગળવારે બંગાળના અખાતના દક્ષિણ પૂર્વમાં બનેલ ઓછા દબાણનું ક્ષેત્ર ૧૯ માર્ચની સવાર સુધી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. ત્યારબાદ ઉત્તરની આગળ વધશે અને ૨૦ માર્ચ સુધીમાં અંડમાન નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા છે.
ઓછા દબાણનું ક્ષેત્ર શનિવાર સુધી સારી રીતે ચિન્હિત નિમ્ન દબાણવાળા ક્ષેત્રમાં, ત્યારબાદ આગળ વધીને રવિવાર સુધીમાં અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ૫૫ થી ૬૫ કિમી પ્રતિ કલાકથી ૭૫ કિમી પ્રતિ કલાકના ઝડપી પવનોની સાથે એક દબાણમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું છેકે હવામાન પ્રણાલી સોમવારે ચક્રવાકી તોફાનમાં તબદિલ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપૂર્વની તરફ આગળ વધશે અને ૨૨ માર્ચની સવારની આસપાસ બાંગ્લાદેશ ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાએ પહોંચવાની સંભાવના છે.
એક વખત આ સિસ્ટમ ચક્રવાતમાં તબદિલ થાય છે તો તેનું નામ 'અસાની' રાખવામાં આવશે આ નામ શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું છે.
Comments
Post a Comment