4 દિવસમાં ત્રીજી વખત મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો


- ગત વર્ષે નવેમ્બર મહિના બાદથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહોતો થયો

નવી દિલ્હી, તા. 25 માર્ચ 2022, શુક્રવાર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 4 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે અને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પ્રતિ લીટર 80 પૈસાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. 

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના કહેવા પ્રમાણે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 80 પૈસાની વૃદ્ધિ બાદ એક લીટર પેટ્રોલની કિંમત 97.81 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલ 89.07 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બર મહિના બાદથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નહોતો થયો. ત્યાર બાદ ગત મંગળવારથી તેલની કિંમતોમાં વધારો શરૂ થઈ ગયો છે. બે દિવસ સુધી કિંમતમાં વધારો થયા બાદ તેલ કંપનીઓએ ત્રીજા દિવસે ભાવવધારો નહોતો કર્યો પરંતુ આજે ચોથા દિવસે ત્રીજી વખત ઈંધણની કિંમતોમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 

IOCLના કહેવા પ્રમાણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.70 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. તે સિવાય કોલકાતામાં 107.18 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને 92.22 રૂપિયામાં ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યારે ચોથા મહાનગર ચેન્નાઈમાં આજે 103.67 રૂપિયામાં પેટ્રોલ અને 93.71 રૂપિયા પ્રતિ લીટરમાં ડીઝલ વેચાઈ રહ્યું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે