ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન


- આઝાદીના સંઘર્ષનું સાક્ષી રહ્યું છે ગુજરાતઃ રાષ્ટ્રપતિ

ગાંધીનગર, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. ત્યાર બાદ 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ધારાસભ્યોને સંબોધનનો આરંભ થયો.

રાષ્ટ્રપતિનું સંબોધન

વિધાનસભા ગૃહમાં પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી રાષ્ટ્રગાનની ધૂન સાથે સત્રની કાર્યવાહી શરૂ થઈ હતી. તમામ ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. 

પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકતંત્રના આ મંદિરમાં તમારી વચ્ચે આવીને મને આનંદ થાય છે. મારૂં સૌભાગ્ય છે કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મને બાપુની જન્મભૂમિ, ગુજરાતની ભૂમિ પર આવવાના અનેક અવસર મળ્યાં. આ સમારોહ ત્યારે આયોજિત થયો છે, જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદી અને તેના અમૃત મહોત્સવના સંદર્ભે ગુજરાતથી વધીને કોઈ મોટું સ્થાન નથી. સ્વતંત્રતાની કલ્પના કરનારાઓમાં ગુજરાતના લોકો અગ્રણી ભૂમિકામાં હતા. દેશની આઝાદી માટે દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ જેવાએ અવાજ ઉઠાવ્યો હતો જેને ગુજરાતના લોકોએ મજબૂત સહકાર આપ્યો. અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વતંત્રતા મળી. આજે વિશ્વમાં ક્યાંય પણ હિંસા થાય ત્યારે બાપુના મૂળ મંત્ર અહિંસાના માર્ગનો અહેસાસ થાય છે. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે અને તે સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે. 

શ્વેત ક્રાંતિના કારણે સમગ્ર દેશમાં દૂધ વ્યવસ્થાનું ચિત્ર બદલાયું

1960માં ગુજરાતનું નિર્માણ થયું ત્યારથી સતત પ્રગતિના પંથે

સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ, ગુજરાત હંમેશા દૃઢ બનીને ઉભર્યું

આઝાદીના સંઘર્ષનું ગુજરાત સાક્ષી

ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય

દેશના લોકોના મનમાં સરદાર પટેલ પ્રત્યેનું માન તેમની પ્રતિમા કરતાં પણ ઉંચું

ગુજરાત સત્યાગ્રહની ધરતી છે


દેશના પ્રથમ નાગરિક, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના સ્વાગત માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમના સાથે ગુજરાતના પ્રથમ નાગરિક, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા. 

રાષ્ટ્રપતિનો આજનો કાર્યક્રમ

સવારે 10:55 કલાકે વિધાનસભા સંકુલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું આગમન 

સવારે 11:05 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાષ્ટ્રપતિ આગમનને લઈ સ્પીચ 

સવારે 11:15 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહને 30 મિનિટ માટે સંબોધશે 

સવારે 11:45 કલાકે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આભાર વિધી કરાશે 

સવારે 11:50 કલાકે રાષ્ટ્રગીત સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન 

વિધાનસભામાં રાષ્ટ્રપતિના સંબોધનને લઈને તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. આ સાથે જતમામ ધારાસભ્યોને આ સંબોધન દરમિયાન ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું હતું. 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ INS વાલસુરા નેવી મથકના કાર્યક્રમમાં પણ સહભાગી બનશે. મહત્વનું છે કે, આગામી જૂન 2022માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે ચૂંટણી યોજાય એ પહેલાં તેમનો આ ગુજરાત પ્રવાસ મહત્વનો બની રહે તેમ છે.



Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે