ગુજરાતમાં CNG અને PNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો
અમદાવાદ, તા. 01 એપ્રિલ 2022, શુક્રવાર
કેન્દ્ર સરકારે વહીવટી અંકુશ નેચરલ ગેસના ભાવમાં ગુરુવારે બમણાથી પણ વધારે ભાવ વધારો જાહેર કરતા તેની વિતરણ કરતી ગેસ કંપનીઓએ આજે ભાવમાં વૃદ્ધિ જાહેર કરી છે.
અમદાવાદ શહેરમાં અદાણી ટોટલ ગેસ મુખ્ય વિતરક છે અને કંપનીએ CNGના ભાવમાં કિલોએ રૂપિયા પાંચની વૃદ્ધિ જાહેર કરી હોવાનું ડીલર નેટવર્કનાં સૂત્રોએ જણાવ્યું હતું.
આજથી અમદાવાદ કે અદાણી ગેસના પંપ ઉપર CNGનો ભાવ ૭૯.૫૯ પ્રતિ કિલો થયા છે જે અત્યાર સુધી રૂ.74.59 હતા.
આવી જ રીતે ગૃહ વપરાશમાં પાઇપ ગેસના ભાવમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે. 1.60 મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ સુધીના વપરાશ માટે અત્યારે રૂ 1201નો ભાવ હતો તે હવે વધી 1369 કરવામાં આવ્યો છે અને તેના કરતાં વધુ વપરાશનો ભાવ રૂ.1374 સામે વધીને 1397.20 થઈ ગયા છે
Comments
Post a Comment