હાફિજ સઈદ અને સૈયદ સલાહુદ્દીન વિરૂદ્ધ UAPA અંતર્ગત કેસ દાખલ થાયઃ NIA કોર્ટનો આદેશ


- હાફિજ સઈદ સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઘોષિત આતંકવાદી છે અને અમેરિકાએ તેના પર એક કરોડ ડોલરનું ઈનામ રાખેલું છે

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર

રાષ્ટ્રીય તપાસ એજન્સી (national investigation agency) કોર્ટે આજે શનિવારના રોજ લશ્કર-એ-તૈયબાના (LeT) સંસ્થાપક હાફિજ સઈદ (hafiz saeed) અને હિજબુલ મુજાહિદીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ, મસરત આલમ સહિતના અનેક કાશ્મીરી અલગાવવાદી નેતાઓ વિરૂદ્ધ યુએપીએ (UAPA)ની વિભિન્ન કલમો અંતર્ગત આરોપો નિર્ધારિત કરવા માટે આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાફિજ સઈદને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. 

NIA કોર્ટે જાણ્યું કે, ટેરર ફન્ડિંગ માટેના પૈસા પાકિસ્તાન અને તેની એજન્સીઓ તરફથી મોકલવામાં આવ્યા હતા અને એટલે સુધી કે રાજદ્વારી મિશનનો ઉપયોગ પણ નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે કરવામાં આવ્યો હતો. કોર્ટે નોટ કર્યું કે, ઘોષિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને ખૂંખાર આરોપી હાફિજ સઈદ દ્વારા ભારતમાં ટેરર ફન્ડિંગ માટે પૈસા મોકલવામાં આવ્યા હતા. 

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે હાફિજ

હાફિજ સઈદ સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઘોષિત આતંકવાદી છે અને અમેરિકાએ તેના પર એક કરોડ ડોલરનું ઈનામ રાખેલું છે. સઈદના નેતૃત્વવાળું જમાત-ઉદ-દાવા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું મુખવટા સમાન સંગઠન છે. લશ્કર 2008ના મુંબઈ આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. તે આતંકવાદી હુમલામાં 6 અમેરિકી નાગરિકો સહિત 166 લોકોના મોત થયા હતા અને મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો