સસ્તા મકાનો આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના 31 માર્ચે સમાપ્ત થશે


- અત્યાર સુધીમાં 1.15  કરોડ મકાનને મંજૂરી આપવામાં આવી છે

નવી દિલ્હી, તા. 29 માર્ચ 2022, મંગળવાર 

આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય અને તેમાં સમાયેલ પીએમનું સ્વપ્ન આગામી 18 મહિનામાં પૂર્ણ થશે. રાજ્યસભામાં સોમવારે સભ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તર આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકારે રાજ્યો દ્વારા કરવામાં આવેલી આકલન માગોના આધાર પર PMAY-U અંતર્ગત 1.15 ઘરોને મંજૂરી આપવામાં આવી છે જે માર્ચ 2022માં સમાપ્ત થઈ રહી છે. અને આગામી 18 મહિનામાં વિવિધ યોજનાઓ પૂર્ણ થઈ જશે. 

એક મહત્વના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે જણાવ્યું કે, 31 માર્ચ, 2022 પછી ક્રેડિટ લિક્ડ સબસિડી યોજના ચાલુ રાખવાની સમીક્ષા પર વિચાર કરવામાં નથી આવી રહ્યો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U)ની પરિકલ્પના જૂન 2015માં કરવામાં આવી હતી અને ઘરોની માગ એક કરોડના શરૂઆતી અનુમાન કરતા ઘણી આગળ નીકળી ગઈ છે. આ સંખ્યા હાલમાં 1.15 કરોડ છે અને ચાલુ નાણાકીય વર્ષના બાકીના ત્રણ દિવસમાં તે વધુ આગળ નીકળી જશે. પુરીએ કહ્યું કે, આ વડા પ્રધાનનું સપનું હતું કે, માર્ચ 2022 સુધીમાં દરેક ભારતીય પાસે પાકી છત, રસોડું અને શૌચાલય હોવું જોઈએ અને ઘરનું નામ આ ઘરની મહિલા પર હોવું જોઈએ.

તેમણે કહ્યું કે, આ હેઠળ બધા રાજ્યોને કેન્દ્રને જૂન 2015 સુધી  demand assessmentmt આપવા માટે કહેવામાં આવ્યું હતું જેના આધાર પર 1 કરોડ ઘર બનાવવાના હતા. તેની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો હોત. હવે પ્રાઈવેટ સેક્ટરમાં એફોર્ડેબલ હાઉસિંગનું નિર્માણ થઈ રહ્યું છે. કેટલાક રાજ્યો અમને વધુ માગ મોકલી રહ્યા છે તેની સાથે જ પીએમનું  PMAY-U સાથે જોડાયેલું સપનું પુરુ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન પુરીએ સંસદને જણાવ્યું હતું કે, એક યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને 18 મહિનાના સમયગાળામાં તેન પૂર્ણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ પ્રસ્તાવ જૂન 2015માં શરૂ કરવામાં આવ્યો હતો અને બે વર્ષ સુધી ચાલેલી કોરોના મહામારી છતાં યોજના નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો