અમદાવાદમાં પેટ્રોલ મંગળવારથી પેટ્રોલ રૂ 100ની નજીક, ભાવ 79 પૈસા વધ્યા


અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. મંગળવાર સવારથી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં ૭૯ પૈસા અને ડીઝલમાં ૭૨ પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી.

મંગળવાર સવારે હવે સાદું પેટ્રોલ રૂ ૯૯.૯૦ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૩.૨૪ પ્રતિ લીટર અમદાવાદમાં મળશે.

આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૪.૦૭ અને ડીઝલ પ્રીમિયમ રૂ ૧૦૩.૯૪ના ભાવથી અમદાવાદમાં મળશે.

ચાર રાજ્યોમાં ચૂંટણીના કારણે ભાવ વધારો સ્થગિત થયો હતો જે દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હતા. ભારત તેની કુલ જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ આયાત કરે છે એટલે ભાવ વધી રહ્યા છે. ત્રણ મહિના ભાવ સ્થિર રહ્યા હોવાથી ભારતના સ્થાનિક ભાવ લગભગ રૂ.૨૩ પ્રતિ લીટર, પડતર કિંમત કરતા ઓછા છે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૧ની જેમ ખોટ ભરપાઈ કરવા હવે તબક્કાવાર ભાવ વધારી રહી છે

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે