પાકિસ્તાનઃ સિયાલકોટ ખાતે સેનાના ગોદામ પાસે વિસ્ફોટ


- કેન્ટ વિસ્તારમાં સતત સંભળાયા ધમાકા

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2022, રવિવાર

પાકિસ્તાનના સિયાલકોટ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. ત્યાં એક બાદ એક એમ અનેક વિસ્ફોટો થયા હતા. પાકિસ્તાની સેનાના નિયંત્રણવાળા ગોળા-બારૂદ ડેપોમાં આ વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ વિસ્ફોટ પાક સેનાના ગોળા-બારૂદ ડેપોની અંદર થયો છે કે નહીં. 

આ તરફ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ મામલે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. જોકે પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ ઘટનાના વિવરણની પૃષ્ટિ નથી કરી. ત્યારે આ મામલે વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે. 


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન