જાપાન બાદ ભારતમાં લદ્દાખ-શ્રીનગર, ઈરાનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા


- ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી

નવી દિલ્હી, તા. 17 માર્ચ 2022, ગુરૂવાર

બુધવારે સાંજે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખ ખાતે આશરે 07:05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા 5.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી 119 કિમી ઉત્તરમાં રાતે આશરે 09:40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે સદનસીબે હજુ સુધી નુકસાનને લગતી કોઈ વિગતો સામે નથી આવી. 


GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના અહેવાલ પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે દક્ષિણ ઈરાન નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમીની (6.21 માઈલ) ઉંડાઈએ નોંધાયું હતું.

ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. ભૂકંપ બાદ ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો.

આ વિસ્તાર ઉત્તર જાપાનમાં આવેલો છે જ્યાં ભૂતકાળમાં 9.0ની તીવ્રતાવાળા ભૂકંપ અને સુનામીના કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપના કારણે પરમાણુ પ્લાન્ટમાં પણ સમસ્યા સર્જાઈ હતી. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ વિગત મળી નથી. 

જાપાન મેટ્રોલોજિકલ એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપ બપોરે 11.36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. એજન્સીએ મિયાગી અને ફુકુશીમા વિસ્તારમાં 3 ફૂટ સુધીની સુનામીની ચેતવણી આપી છે. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો