જાપાનમાં 7.3નો શક્તિશાળી ભૂકંપ , સુનામીની ચેતવણી : 20 લાખ ઘરોમાં અંધારપટ છવાયો


જાનમાલનું નુકસાન થયાના અહેવાલો નહીં

ઇસ્ટ જાપાન રેલવે કંપનીએ તમામ ટ્રેન સર્વિસ બંધ કરી : પરમાણુ પ્લાન્ટમાં નુકસાન થયું છે કે નહીં તેની પણ તપાસ ચાલુ 

ટોક્યો : ઉત્તર જાપાનમાં ફુકુશિમાના કાંઠે બુધવાર સાંજે 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. ભૂકંપ પછી ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઇ ગયો હતો.

આ વિસ્તાર ઉત્તર જાપાનમાં આવેલો છે  જ્યાં ભૂતકાળમાં 9.0 તીવ્રતાવાળા ભૂકંપ અને સુનામીને કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપને કારણે પરમાણુ પ્લાન્ટમાં પણ સમસ્યા સર્જાઇ હતી. અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે કોઇ વિગત મળી નથી. 

જાપાન મેટ્રાલોજિકલ એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપ બપોરે 11.36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. એજન્સીએ મિયાગી અને ફુકુશીમા વિસ્તારમાં 3 ફૂટ સુધીની સુનામીની ચેતવણી આપી છે. 

સરકારી ટેલિવિઝનના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં સુનામીની અસર શરૂ થઇ ગઇ છે. ઇસ્ટ જાપાન રેલવે કંપનીનએ સલામતીના ભાગરૂપે તમામ ટ્રેન સર્વિસો બંધ કરી દેવામાં આવી છે.  વડાપ્રધાન ફુમિઓ કિશિદાએ પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર નુકસાનની સમીક્ષા કરી રહી છે.

તેમણે રાહત અને બચાવ કામગીરી કાર્ય ઝડપથી શરૂ કરવાનું વચન આપ્યું હતું.  ઉલ્લેખનીય છે કે 2011માં આવેલા ભૂકંપથી ફુકુસીમા દાઇચી ન્યુકિલઅર પ્લાન્ટને નુકસાન થયું છે. આજના ભૂકંપથી આ પ્લાન્ટને કોઇ નુકસાન થયું છે કે નહીં તેની સમીક્ષા ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની હોલ્ડિગ્સ દ્વારા કરવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો