Gujarat Election: ભાજપે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા

- આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
અમદાવાદ, તા. 12 નવેમ્બર 2022, શનિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે ત્યારે ભાજપે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હજુ 16 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા વધુ 6 ઉમેદવારો
1. ડેડિયાપાડાથી હિતેશ વસાવા
2. ખંભાળિયાથી મુળુભાઈ બેરા
3. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા
4. ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા
5. કુતિયાણાથી ઢેલી બેન ઓડેદરા
6. ચોર્યાસીથી સંદીપ દેસાઈ
ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે 10 નવેમ્બરે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આ દરમિયાન ચૂંટણી ન લડવા માટે ભાજપના સિનિયર નેતાઓએ ધડાધડ જાહેરાત કરી દીધી હતી. આ નેતાઓમાં વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (પૂર્વ શિક્ષણમંત્રી), પ્રદીપસિંહ જાડેજા (પૂર્વ કાયદામંત્રી)નો સમાવેશ થાય છે.
વધુ વાંચો: ગુજરાત ચૂંટણી: ભાજપની 160 ઉમેદવારોની યાદી જાહેર, 14 મહિલાઓને સ્થાન
Comments
Post a Comment