ભારતની મજાક: ઈરફાન પઠાણે જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનના PMની બોલતી બંધ કરી

નવી દિલ્હી, તા.21 નવેમ્બર 2022, શનિવાર

ટી20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલમાં જ્યારે ભારતની ઈંગ્લેન્ડ સામે હાર થઈ ત્યારે ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ભારતીય ટીમને કટાક્ષ કરતું એક ટ્વિટ કર્યું હતું, જે વાયરલ થયું હતું. તો પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પણ શાહબાઝ શરીફના ટ્વીટનો જડબાતોડ જવાબ આપી તેમની બોલતી બંધ કરી દીધી છે.

પાકિસ્તાનના PMએ શું કહ્યું હતું ?

ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કર્યું હતું કે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ આ રવિવારે ટકરાશે. પરંતુ અહીં શાહબાઝ શરીફે કટાક્ષ કરતા લખ્યું કે, રવિવારે 152/0 vs 170/0નો મુકાબલો થશે. વાસ્તવમાં પાકિસ્તાને ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું અને આ વર્ષે ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

ભારતીય ચાહકોએ ઈરફાનના વખાણ કર્યા

શાહબાઝ શરીફના આ ટ્વિટ પર ઈરફાન પઠાણે લખ્યું કે તમારા અને અમારામાં આ જ ફરક છે. અમે અમારી ખુશીથી ખુશ છીએ અને તમે બીજાની તકલીફથી... તેથી તમે તમારા દેશને સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઈરફાન પઠાણનું આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે અને ભારતીય ચાહકોએ તેની ખૂબ પ્રશંસા કરી.

પાક. PMના ટ્વિટ અંગે આઝમ અજાણ

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને પણ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના ટ્વીટ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે બાબર આઝમે કહ્યું હતું કે તેને આ અંગે કોઈ જાણકારી નથી કારણ કે તેણે ટ્વીટ જોયું નથી. અમારું ધ્યાન ફાઈનલ પર છે.

મેલબોર્નમાં પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર

મેલબોર્નમાં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન-ઇંગ્લેન્ડ ટકરાશે, બંને ટીમોએ એક-એક વખત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. બાબર આઝમ અને જોસ બટલરની આગેવાની હેઠળની ટીમો ઈતિહાસ રચવા પર નજર રાખી રહી છે. જો કે મેલબોર્નમાં પણ વરસાદની શક્યતા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન