VIDEO: તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં ભયાનક બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 30 ઈજાગ્રસ્ત

ઈસ્તંબુલ,તા.13 નવેમ્બર-2022 રવિવાર

તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં આજે ખતરનકા બોમ્બ બ્લાસ્ટ થયો છે. તકસીમ સ્ક્વેરમાં ધોડાદિવસે ત્યારે ખુબ જ ભીડભાડ હતી, ત્યારે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ છે. તુર્કીની મીડિયાએ જાણકારી આપતા કહ્યું કે, આ બ્લાસ્ટની ઘટનામાં 5 વ્યક્તિના મોત નિપજ્યા છે અને 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એમ્બ્યુલન્સ, ફાયર એન્જિન અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. જોકે હજુ સુધી વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર લોકોએ જણાવ્યું કે આ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ આત્મઘાતી હુમલાનો મામલો છે.

બ્લાસ્ટ થતાં જ નાસભાગ મચી

આ ઘટના પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ઇસ્તિકલાલ એવન્યુમાં જતા-આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અચાનક મોટો વિસ્ફોટ થાય છે અને ત્યાં નાસભાગ મચે છે. હાલ ઘટના સ્થળે પોલીસના કાફલા સહિતની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન