Posts

Showing posts from October, 2024

VIDEO: આંધ્રપ્રદેશમાં ભયાનક વિસ્ફોટ, ‘ઓનિયન બોંબ’ લઈ જતી વખતે બાઈક ખાડામાં પડતા ધડાકો, ત્રણના મોત, છને ઈજા

Image
Andhra Pradesh Onion Bomb Incident : આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં બાઈક પર‘ઓનિયન બોંબ’ લઈને જતા યુવકો સાથે મોટો અકસ્માત થયો. ‘ઓનિયન બોંબ’ લઈ જતા સમયે રસ્તામાં ખાડો આવતો બાઈક પરથી બોમ્બ ભેરલો થેલો નીચે પડી જતા જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા.

અમેરિકાએ ગેરકાયદે રહેતા 1100 ભારતીયોને પરત મોકલ્યાં, હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની કબૂલાત

Image
USA Deport Illegal Indians | અમેરિકાએ  સપ્ટેમ્બર 2024 માં પૂરા થયેલા તેના નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન તેને ત્યાં ગેરકાયદે રહેતા 1110 ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઇટથી પરત મોકલ્યા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે જણાવ્યું હતું કે આ ભારત સરકાર સાથેના સહયોગથી શક્ય બન્યું છે. તેણે જણાવ્યું પરત મોકલેલા ભારતીયોમાં બધા પુખ્ત વયના લોકો છે. તેમા પુરુષો અને સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. કોઈપણ સગીરને પરત મોકલવામાં આવ્યો નથી. અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રટન્સ પર ગાળિયો બરોબરનો કસ્યો છે.

VIDEO: ઈઝરાયલના બે ભયાનક હુમલા, લેબેનોનમાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફનું અને ગાઝામાં 20 પેલેસ્ટાઈનીના મોત

Image
Israeli Attacks : ઈઝરાયલની સેના તરફથી દક્ષિણ લેબેનોનના નબાતિયે ક્ષેત્રમાં એક હુમલામાં હિઝબુલ્લાહના રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા છે. આ દરમિયાન આઈડીએફ તરફથી લેબેનોન ઐતિહાસિક શહેર બાલબેક પર હવાઈ હુમલો કરવામાં આવ્યો, જ્યાં ઉત્તરી ગાઝાના બેઈત લાહિયા પર થયેલા હુમલામાં 20 પેલેસ્ટાઈનીના મોત થયા. આ હુમલા એક દિવસ પહેલા થયેલા હુમલામાં આશરે 93 લોકોના મોત થયા હતા એ જગ્યાથી નજીક થયો હતો. રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા આઈડીએફ અનુસાર, ઈઝરાયલ વાયુસેનાની ગુપ્ત માહિતીના આધારે ચોક્કસ હુમલા કર્યા હતા, જેમાં રાદવાન ફોર્સના ડેપ્યુટી ચીફ મુસ્તફા અહેમદ શાહદી માર્યા ગયા હતા.

તાલિબાનનું નવું ફરમાન : અફઘાનિસ્તાનમાં મહિલાઓને ઊંચા અવાજે નમાઝ અને કુર્આન પઢવા પર પ્રતિબંધ

Image
Taliban's New Rule For Women : તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની મહિલાઓ માટે ફરી એક વાર ખૂબ કડક કાયદો બનાવ્યો છે. અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી મહિલાઓ પર ઊંચા અવાજે વાત કરવા પર પ્રતિબંધ હતો. હવે તેમના પર ઊંચા અવાજે નમાઝ અને કુર્આન પઢવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અફઘાનિસ્તાનના એક મંત્રીએ કહ્યું કે, 'અફઘાન મહિલાઓને અન્ય મહિલાઓ સામે ઊંચા અવાજે નમાઝ કે કુર્આન પઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.'  મહિલાઓએ નિયમોનું પાલન કરવું પડશે

'દહેજ વિરોધી કાયદાનો દુરુપયોગ ચિંતાજનક...' સુપ્રીમે પતિને આપી રાહત, અન્ય કોર્ટને આપી સલાહ

Image
Supreme Court on Dowry Case |  દહેજ ઉત્પીડનના એક કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના કાયદાના દુરુપયોગને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમના ન્યાયાધીશ સી. ટી. રવીકુમાર, ન્યાયાધીશ સંજય કુમારની બેંચ દ્વારા કોર્ટોને સલાહ અપાઇ છે કે દહેજ ઉત્પીડનના મામલામાં ખોટી હેરાનગતીથી નિર્દોષોનું રક્ષણ થવું જોઇએ સાથે જ વધુ સતર્કતાથી મામલાની સુનાવણી કરવી. 

દિવાળી પહેલા રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત, પ્રાથમિક શાળામાં 13,800 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

Image
AI Image Gujarat Government Announcement :  દિવાળી ટાણે રાજ્ય સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકોની ભરતી અંગે મોટી જાહેરાત કરી છે.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં એન્જીયોપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સુધારા પર

Image
Paresh Dhanani Has Suffered Heart Attack :  મહારાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હૃદય રોગનો હળવો હુમલો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન નાગપુરમાં તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને નાસિકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીના જણાવ્યા અનુસાર, તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત એકદમ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

'નહીં તો તૂટી જશે ગઠબંધન...' કોંગ્રેસના નિર્ણયથી ભડકેલા સંજય રાઉતની ચેતવણી

Image
Sanjay Raut Warn Congress : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024)ને હવે માત્ર થોડા દિવસો બાકી છે, ત્યારે મહા વિકાસ અઘાડી (MVA)ના સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી વચ્ચે બેઠક વહેંચણી (MVA Seat Sharing) મુદ્દે ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસે સીટ શેરિંગની ફોર્મ્યુલાની ઉપરવટ જઈને ઉમેદવારોના નામ જાહેર કરતાં બંને સાથી પક્ષો નારાજ થયા છે. તો બીજીતરફ શિવસેના યુબીટી (Sena UBT)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કોંગ્રેસને ચેતવણી આપતા મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ‘..

મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાનો મોટો ખેલ ! શિંદે-અજિતને થયો ફાયદો, ભાજપને પડ્યો ફટકો

Image
Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં જેમ જેમ ચૂંટણી તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ભારે ઉથલપથાલ જોવા મળી રહી છે. એકતરફ મહાયુતિના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિતની એનસીપીએ ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, તો બીજીતરફ મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડીએ અંદરોઅંદર પક્ષપલટો કરી ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. મહાયુતિ ગઠબંધનમાં અંદરોઅંદર પક્ષપલટો મહાયુતિ ગઠબંધનમાં અંદરોઅંદર પક્ષપલટો કરનારા પાંચ દિગ્ગજ નેતાઓમાંથી એક નેતાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે અને શિંદેએ તેમને ટિકિટ પણ આપી દીધી છો. જ્યારે સૌથી વધુ ફાયદો અજિત પવારની એનસીપીને થયો છે, જેમાં ચાર દિગ્ગજ નેતાઓની એન્ટ્રી થઈ છે અને ચારેયને ટિકિટ પણ આપી દેવાઈ છે.

VIDEO: મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, ટ્રેનના એન્જિનમાં આગ લાગતા અફરાતફરી, જીવ બચાવા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદ્યા

Image
Indore-Ratlam DEMU Train Incident : મધ્યપ્રદેશના રતલામમાં ટ્રેન અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં ઈન્દોરથી રતલામ જઈ રહેલી DEMU ટ્રેનના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. 

VIDEO : લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટરને લઈને કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે કરી વધુ એક જાહેરાત, જુઓ શું કહ્યું

Image
Gangster Lawrence Bishnoi vs Karni Sena Raj Shekhawat: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના એન્કાઉન્ટર કરવા પર ઈનામની જાહેરાત કર્યા બાદથી ક્ષત્રિય કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત વધુ ચર્ચામાં આવ્યા છે. રાજ શેખાવતે 1,11,11,111 રૂપિયા લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરવા પર પોલીસ કર્મચારીને ઈનામ આપવાની વાત કરી હતી. ત્યારબાદ હવે રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી છે. રાજ શેખાવતે વધુ એક જાહેરાત કરી રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, 'મેં જે પુરસ્કારની રકમની જાહેરાત કરી છે, તે પુરસ્કારની રકમ એન્કાઉન્ટર પર પોલીસ કર્મચારીઓને અપાશે.

રશિયાએ યુક્રેન પર કહેર વર્તાવ્યો, સતત 7.5 કલાક હવાઈ હુમલા, બે સગીર સહિત 5 લોકોનાં મોત

Image
Russia vs Ukrain War Updates | યુક્રેનની રાજધાની પર રશિયાના ડ્રોન હુમલામાં બે સગીરનું મોત થયું હતું. આ માહિતી યુક્રેનના અધિકારીઓએ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, યુક્રેન પર મિસાઈલ હુમલામાં પાંચના મોત થયા હતા. જ્યારે 20 ઘાયલ થયા હતા.   કિવના મેયર વિતાલી ક્લિત્સકોના જણાવ્યા અનુસાર, સિટીના પશ્ચિમમાં શુક્રવારે રાત્રે 25 માળના એપાર્ટમેન્ટમાં ડ્રોન ટકરાયા હતા.

UNમાં પાકિસ્તાનને ભારતે ખખડાવ્યું! લઘુમતી સમુદાયની મહિલાઓની સ્થિતિને લઈને કરી ટીકા

Image
India criticizes Pakistan in UN : ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પી હરીશે શુક્રવારે (25 ઓક્ટોબર) યુએનએસસીમાં ખોટી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાયની મહિલાઓની દયનીય સ્થિતિ પર પણ પાકિસ્તાનનો ઉધડો લીધો હતો.  માનવાધિકાર પંચના આંકડા રજૂ કર્યા યુએનએસસીમાં પાકિસ્તાન પર પ્રહાર કરતા પી હરીશે કહ્યું હતું કે, 'આ નિંદનીય છે કે પ્રતિનિધિમંડળે અહંકાર અને ખોટી માહિતી તેમજ દુષ્પ્રચાર ફેલાવાની રણનીતિના આધારે ભડકાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.

પ્રવાસીઓને ઝટકો! દિવાળી પહેલા ગિરનાર રોપ-વેમાં એક ઝાટકે 99 રૂપિયાનો વધારો ઝીંકાયો

Image
Girnar Ropeway Fare : ગુજરાતના જૂનાગઢમાં આગામી દિવસમાં ગિરનાર લીલી પરિક્રમમાં શરૂ થવાની છે. બીજી તરફ, દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસના શોખિન વ્યક્તિ રાજ્ય સહિત પ્રખ્યાત વિસ્તારોમાં ફરવા માટે જતા હોય છે, ત્યારે પ્રકૃતિને નીહાળવા માટે લોકો ગિરનાર પહોંચે છે. જેમાં દિવાળી પહેલા ગિરનાર રોપ-વેના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.    જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.

જર્મનીમાં નોકરી કરવા ભારતીયો માટે આવી મોટી તક! દર વર્ષે 90 હજાર લોકોને આપશે વર્ક વિઝા

Image
Germany Opens Job Market : યુરોપમાં આર્થિક રીતે સૌથી શક્તિશાળી દેશ જર્મનીએ તેના જોબ માર્કેટને ભારતીયો માટે ખોલ્યું છે. જર્મન સરકારે નિર્ણય લીધો છે કે તે દર વર્ષે 90 હજાર ભારતીયોને વર્ક વિઝા આપશે. અત્યાર સુધી આ શ્રેણીમાં 20 હજાર ભારતીયો વિઝા મેળવતા હતા. આગામી દિવસોમાં મંજૂર કરવામાં આવેલા વિઝાની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. ભારતની મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આ માહિતી આપી હતી.

ઓડિશામાં વિનાશક વાવાઝોડું દાના ત્રાટક્યું 300 ફ્લાઈટ્સ અને 551 ટ્રેનો રદ કરાઈ

Image
- સાત રાજ્યો પર અસર : 15 લાખથી વધુનું સ્થળાંતર : બંગાળમાં ત્રણ હોડી ડૂબતા 16 માછીમાર લાપતા - પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડયો : ઓડિશામાં સ્કૂલ-કોલેજો, જગન્નાથ, કોણાર્ક મંદિર બંધ કરાયા ભૂવનેશ્વર/કોલકાતા : ચક્રવાતી તોફાન દાના 'દાનવ' બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ અને ૫૫૨ ટ્રેનો રદ કરી દેવાયા હતા. આ સિવાય ઓડિશામાં ૧૦ લાખથી વધુ જ્યારે બંગાળમાં  ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

મહારાષ્ટ્ર ચૂંટણી માટે ઉદ્ધવ-પવાર બાદ કોંગ્રેસે જાહેર કરી પહેલી યાદી, 48 ઉમેદવારના નામનું એલાન

Image
Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ચૂક્યા છે. મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, NCP(શરદ પવાર), અને શિવસેના (UTB) વચ્ચે 85-85 બેઠકોની વહેંચણી થઈ છે. બીજી બાજુ ઉમેદવારોની જાહેરાત પણ થવા લાગી છે. સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપે 99, શિવસેના (શિંદે) 45 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર)એ 38 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ 65 ઉમેદવાર, શરદ પવારે 45 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે.

સરહદે શાંતિ, ભરોસો અને સન્માન જરૂરી : મોદી

Image
- રશિયામાં બ્રિક્સ સંમેલન વચ્ચે મોદી-જિનપિંગની દ્વિપક્ષીય બેઠક - ચીન પર ભરોસો કરાય? જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી સરહદે શાંતિનો રસ્તો ખુલી ગયો છે - વિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બન્ને દેશોએ મતભેદોને દૂર કરી સાથે મળીને કામ કરવું જોઇએ : જિનપિંગ - ગલવાન ઘાટીમાં ચીનના હુમલા બાદ ચાર વર્ષની તંગદિલી વચ્ચે મોદી-જિનપિંગ વચ્ચે પ્રથમ મુલાકાત  કઝાન : રશિયાના કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ભારત અને ચીને લદ્દાખ સરહદેથી પોતપોતાના સૈન્યને પરત લઇ લેવા થયેલી સમજૂતી બાદ મોદી અને જિનપિંગ વચ્ચે આ બેઠક યોજાઇ હતી.

ગુજરાતના શખસે આતંકી પ્રવૃત્તિ કરવી ભારે પડી, ISI સાથે મળીને રચ્યું હતું ષડયંત્ર, કોર્ટે જાહેર કર્યો દોષિત

Image
Pak Backed Indian Defence Spying Case :  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે એક નિવેદન જારી જણાવ્યું છે કે, લખનૌની વિશેષ અદાલતે ગુજરાતના એક વ્યક્તિને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે મળીને દેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરવા માટે ષડયંત્ર ઘડવા બદલ દોષિત ઠેરવ્યો છે. જેમાં આરોપીને આઈપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.  છ વર્ષની સખત કેદની સજા ફટકારી NIA પ્રમાણે, દેશના આ ગદ્દારની ઓળખ ગુજરાતના પશ્ચિમ કચ્છ જિલ્લાના રહેવાસી રાજકભાઈ કુંભાર તરીકે થઈ છે. NIAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજકભાઈ કુંભાર વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવાયેલો બીજા આરોપી છે, જેને આઈપીસી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ છ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ અને MEP હટાવી

Image
Commodity News : કેન્દ્ર સરકારે તહેવાર ટાણે ખેડૂતોની હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પણ દૂર કરી દીધી છે. સરકારે કોમોડિટીની નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર લાગુ પડતા ટન દીઠ 490 ડૉલરની MEP દૂર કરી છે.  સરકારે અગાઉ નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો હતો ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા એક સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે, ‘બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ માટેની MEPની જરૂરિયાતને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે.

VIDEO: બેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત

Image
Bengaluru Heavy Rain : બેંગલુરુના રહેવાસીઓ હાલ ભારે વરસાદી આફતનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ મુસીબત વચ્ચે એક નિર્માણાધીણ બિલ્ડિંગ ધરાશાયી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં ભારે વરસાદ વચ્ચે બાબૂસાપલ્યામાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી અને તેના કાટમાળ 20 શ્રમિકો ફસાયા હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે 14 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે પાંચ લોકો લાપતા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ અહીં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પૂરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી બેંગલુરુ પૂર્વના ડીસીપી ડી.

વાલીઓ માટે મોટા સમાચાર: ધો.10-12ની બે બોર્ડ પરીક્ષાને લીધે પરીક્ષા ફીમાં પાંચ ટકા સુધીનો વધારો

Image
Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી એટલે કે આગામી 2025ની બોર્ડ પરીક્ષાથી ધો.12 સાયન્સ સાથે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની પણ બે વાર બોર્ડ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. ત્યારે બે વાર બોર્ડ પરીક્ષા-તમામ વિષયોની પુરક પરીક્ષાને પગલે બોર્ડ દ્વારા પરીક્ષામાં પાંચ ટકાનો વધારો કરવામાંં આવ્યો છે. નિયમિત,રિપીટર,પૃથ્થક અને ઓપન સ્કૂલિંગ હેઠળ પરીક્ષા આપતા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

ડોલરનો દબદબો ખતમ કરવા સજ્જ BRICS! મોદી, પુતિન અને જિનપિંગની મીટિંગમાં લેવાઈ શકે છે નિર્ણય

Image
PM Modi is visiting Russia for the BRICS Summit: આજથી રશિયાના કઝાન શહેરમાં 16મી બ્રિક્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદી પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. G-7 જેવા પ્રભાવશાળી સમૂહની સરખામણીએ બ્રિક્સનો ઈતિહાસ ભલે બહુ જૂનો ન હોય, પરંતુ આ સમિટમાં એવા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે જેની ભવિષ્યમાં મોટી અસર થઈ શકે છે. જેમાંથી એક છે બ્રિકસ કરન્સી.  બ્રિકસ દેશો દ્વારા રિઝર્વ કરન્સી શરુ કરવા બાબતે ચર્ચા થઈ શકે છે 

ભાડૂઆતની નોંધણી ન કરનારા વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન, બે હજારથી વધુ લોકો સામે કરી કાર્યવાહી

Image
Gujarat Police On Tenant Registration : ગુજરાતમાં પોલીસ દ્વારા આગામી 27મી ઓક્ટોબર સુધીમાં ભાડૂઆત નોંધણી અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ છે, ત્યારે જે માલિકે તેમના ભાડૂઆતની નોંધણી ન કરાવી હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 13થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કુલ-2515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. રાજ્યમાં બે હજારથી વધુ માલિકો-ભાડુઆતો સામે કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં 13થી 18 ઓક્ટોબર દરમિયાન ભાડૂઆત નોંધણી અંગે હાથ ધરાયેલ ખાસ ઝુંબેશમાં, રાજયના કુલ-30305 ભાડુઆતોને ચેક કરીને નોંધણીના નિયમોનું પાલન ન કરનારા કુલ-2515 ભાડુઆતો-માલિકો વિરૂધ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

યુક્રેનનો રશિયા પર ઘાતક હુમલો, 100 ડ્રોનથી હુમલો કરી મૉસ્કોમાં વિસ્ફોટક પ્લાન્ટ ઉડાવ્યો

Image
Image Twitter  Ukraine's biggest drone attack on Russia : યુક્રેને રશિયા પર ડ્રોનથી સોથી મોટો ઘાતક હુમલો કર્યો છે. આ ડ્રોન મોસ્કો સુધી પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી મુદ્દે MVAમાં ઘમસાણ ! ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની ધડાધડ બેઠકો શરૂ

Image
MVA Seat Sharing Controversy : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને માત્ર એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે મહા વિકાસ અઘાડી (MVA)માં બેઠક વહેંચણી મુદ્દે ભારે ધામાસાણ જોવા મળી રહ્યું છે. હજુ સુધી બેઠક વહેંચણીનો મુદ્દો ન ઉકેલાતા એમવીએના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ દ્વારા ધડાધડ બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. શિવસેના યુબીટીની ઈમરજન્સી બેઠક શરૂ મળતા અહેવાલો મુજબ વિદર્ભની કેટલીક બેઠકો મુદ્દે શિવસેના યુબીટી (Shiv Sena UBT) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ કારણે બંને પક્ષો વચ્ચે વિવાદ ઉભો થયા બાદ શિવસેના યુબીટીએ ઈમરજન્સી બેઠક શરૂ કરી દીધી છે.

ભાજપે પેટાચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો કર્યા જાહેર, પ્રિયંકા ગાંધી સામે મહિલા ઉમેદવારને ઉતારાયા

Image
BJP announced candidates for by-elections  : ભાજપે 24 વિધાનસભા અને 1 લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપે આસામની 3, બિહારની 2, છત્તીસગઢની 1, કર્ણાટકની 2, કેરળની 2, મધ્યપ્રદેશની 2, રાજસ્થાનની 6 અને પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી છે. સોફ્ટવેર એન્જિનિયર નવ્યા હરિદાસ છેલ્લી બે ટર્મથી કોઝિકોડ કોર્પોરેશનના કરાપરમ્પ વોર્ડમાંથી કાઉન્સિલર છે અને તે કોર્પોરેશનમાં ભાજપના સંસદીય દળના નેતા છે. તેમણે કોઝિકોડ દક્ષિણ મતવિસ્તારમાંથી 2021ની વિધાનસભા ચૂંટણી લડી હતી.

અમદાવાદમાં બુટલેગરોનું નવું તરકટ, પોલીસે સ્કૂલવાનમાં દારૂની હેરાફેરી કરતાં ઝડપી લીધા

Image
Ahmedabad News |  શહેરના ખાનપુર વિસ્તારમાં ડીસીપી ઝોન-2ના સ્ક્વોડ દ્વારા ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા  બે લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા અને હેરફેર કરવા માટે દારૂનો જથ્થો સ્કૂલ વાનમાં છુપાવ્યો હતો.

ભારત કે પાકિસ્તાન... સૌથી વધુ ગરીબો કયા દેશમાં ? UNએ જાહેર કર્યો પાંચ દેશનો રિપોર્ટ

Image
UN Poverty Report : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં પાંચ દેશોના ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી અડધા તો બાળકો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 83 ટકાથી વધુ ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને આટલા જ ટકા લોકો સબ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં રહે છે. 112 દેશોના ડેટાનું વિશ્લેષણ  યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ 2010 થી દર વર્ષે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડે છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અફવા ફેલાવનારાની ખેર નહીં, કેન્દ્ર સરકારે શરૂ કરી આ કાર્યવાહી

Image
Bomb Threat To Airliners : છેલ્લા ઘણા દિવસોથી ભારતથી ઉપડતી અને ભારત આવતી આંતરરાષ્ટ્રીય તેમજ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં બોમ્બ હોવાના નનામા મેસેજોથી ખળભળાટ મચી ગયો છે. દેશના અનેક એરપોર્ટ પર ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. ચાર દિવસમાં 20થી વધુ ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકીએ પોલીસની ટીમ સહિત સાઈબર સુરક્ષા એજન્સીઓને પણ દોડતી કરી દીધી હતી. જોકે છેવટે તપાસ કર્યા બાદ ધમકીઓ અફવા હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓના કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થયો છે, તો અનેક મુસાફરો પણ પરેશાન થયા છે, ત્યારે હવે કેન્દ્ર સરકારે ફ્લાઈટમાં બોંબની અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો મુજબ સાઈબર સુરક્ષા એજન્સીઓએ ખોટી અફવા ફેલાવનારા અધડો ડઝન સોશિયલ મીડિયા એકાઉન્ટોને બ્લોક કરી દીધા છે.

તાઈવાને મુંબઈમાં ઑફિસ ખોલતા ચીન લાલઘૂમ, ભારતનો વિરોધ કરી કહ્યું- ‘આવા દેશની સાથે...’

Image
India-China Relation: તાઇવાને બુધવારે (16 ઓક્ટોબર) મુંબઇમાં પ્રતિનિધિ કચેરી ખોલતા ચીન લાલઘૂમ થયું છે. ગુરુવારે (17 ઓક્ટોબર) ચીને ભારતને ટકોર કરી હતી કે તેણે તાઈવાનના મુદ્દાઓને કાળજીપૂર્વક હેન્ડલ કરવું જોઇએ અને ભારત-ચીન સંબંધોમાં સુધારો કરવામાં અડચણરૂપ કાર્યોથી બચવું જોઇએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના પગલાનો વિરોધ કર્યો હતો.  ચીને વિરોધ નોંધાવ્યો

હવે દેશમાં ‘અંધા કાનૂન’ નહીં, ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવાઈ અને હાથમાં તલવારના બદલે બંધારણ

Image
New Statue of Goddess of Justice : સામાન્ય રીતે આપણે કોર્ટ, ફિલ્મો અને વકીલોની ચેમ્બર્સમાં આંખો પર પટ્ટી બાંધેલી ન્યાયની દેવીની મૂર્તિ જોઈ હશે. પરંતુ હવે ન્યાયની દેવી ખુલ્લી આંખે જોવા મળી શકે છે. મળતા અહેવાલો મુજબ હવે ન્યાયની દેવીના આંખ પરથી પટ્ટી હટાવાની સાથે તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણ મુકવામાં આવી શકે છે. ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટ્યા બાદ અને તેમના હાથમાં બંધારણ જોવા મળશે ત્યારે દેશના ન્યાયમાં એક નવી જ ઉર્જા જોવા મળશે. આ પહેલા અંગ્રેજોના કાળથી ચાલી રહેલા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા, ત્યારથી જ ભારતીય ન્યાયપાલિકાએ બ્રિટિશ કાળને પાછળ છોડતા નવા રંગરૂપ અપનાવવાનું શરૂ કરી દીધું છે. આ મહત્ત્વનો નિર્ણય કરાયા બાદ હવે વકીલોના ચેમ્બરમાં જોવા મળતી 'ન્યાયની દેવી'ની મૂર્તિ બદલાઈ જશે.

VIDEO : SCO સમિટમાં શહબાઝને મળ્યા એસ. જયશંકર, પાકિસ્તાની વડાપ્રધાને આગળ આવીને મિલાવ્યો હાથ

Image
SCO Summit in Pakistan : પાકિસ્તાનમાં SCO શિખર સંમેલનનો આજે પહેલી દિવસ હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર આ સંમેલનમાં પહોંચ્યા હતા. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ થઈ હતી. એટલું જ નહીં શાહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે હાથ મિલાવ્યો હતો.

ચીનની નૌસેનાએ તાઇવાનને ચારેય તરફથી ઘેરી કર્યું શક્તિપ્રદર્શન, USએ કરી આ અપીલ

Image
- પૂર્વ પ્રશાંતમાં વમળો ઘુમરાઈ રહ્યા છે, પ્રશાંત અશાંત બને છે - તાઈવાનના નવા પ્રમુખ લાઈ-ચિંગ તે ચીનના ઉગ્ર વિરોધી છે, પુર્વ પ્રમુખ ત્સાઈ-ઈંગ-વેન કરતા વધુ શાબ્દિક પ્રહારો કરે છે તાઈવાન : સોમવારથી સામ્યવાદી ચીને તાઈવાન ફરતી યુદ્ધ કવાયતો શરૂ કરી દીધી છે અને તે નામે તે આ ટાપુ રાષ્ટ્રને યુદ્ધ જહાજોથી ઘેરી રહ્યું છે. તેના ફરતે યુદ્ધ વિમાનો ઉડાડી રહ્યું છે અને આ વ્યાપક યુદ્ધ કવાયત દ્વારા તે તાઈવાનને ડરાવી રહ્યું છે, પરંતુ લોખંડી છાતી ધરાવતા તેના પ્રમુખ લાઈ-ચિંગ તે જરા પણ ડગતા નથી. તો બીજી તરફ અમેરિકાએ ચીનને સંયમપુર્વક વર્તવા અનુરોધ કર્યો છે. નીરિક્ષકો ભીતિ સેવે છે કે જગતનું ધ્યાન જ્યારે પશ્ચિમે મધ્ય પુર્વ અને યુક્રેનમાં કેન્દ્રિત થયું છે ત્યારે પુર્વમાં ચીને તાઈવાન ઉપર હુમલો કરી ન બેસે.

દિલ્હીની વાત : હરિયાણામાં ભાજપ નેતા ઈન્દ્રજિત નવ ધારાસભ્યોના ટેકા સાથે બળવાના મૂડમાં

Image
નવી દિલ્હી : હરિયાણા ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યના ભાજપના સિનિયર નેતા રાવ ઈન્દ્રજિત સિંહ નવ ધારાસભ્યો સાથે બળવો કરવાના મૂડમાં છે એવા અહેવાલો બાદ ભાજપ હાઈકમાન્ડ દોડતું થયું છે. રાવ ઈન્દ્રજિત સિંહને રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવશે એવી અપેક્ષા હતી. ત્યારથી ભાજપથી નારાજ તો હતા જ. એ પછી હરિયાણામાં ભાજપે મુખ્યમંત્રીપદ માટે સૈનીના નામની જાહેરાત કરી ત્યારે પણ ઈન્દ્રજિતના સમર્થકોએ તેમને મુખ્યમંત્રીપદનો ચહેરો બનાવવાની માગણી કરેલી. બળવા બાબતે ખુદ ઈન્દ્રજિત તો રદિયો આપી રહ્યા છે, પરંતુ ચર્ચા એવી છે કે નવ ધારાસભ્યો ઈન્દ્રજિતને સમર્થન આપવા તૈયાર છે.

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Image
India IMD Weather Update : હાલ દેશભરના અનેક રાજ્યોમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ચોમાસાની વિદાય છતાં ધોધમાર માવઠાં ચાલુ રહેતા પ્રજાજજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં અનેક રાજ્યોમાં ચોમાસું પરત ભરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આસામ સહિતના રાજ્યો સામેલ છે. આગામી 24 કલાકમાં ગુજરાત સહિતના રાજ્યોમાં પડશે વરસાદ આગામી 24 કલાકમાં તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

જામનગરમાં ભારે વરસાદ વચ્ચે વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત, છ લોકો દાઝ્યા

Image
Jamnagar Rain : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળીનો કહેર જોવા મળ્યો હતો અને વરસાદી વીજળીમાં બે માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ છે. વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજ બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાન તેમજ તેમના સાળાના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા.

ખેડૂતોએ ફરી બાંયો ચઢાવી, ડાંગરની ખરીદીમાં વિલંબ બદલ પંજાબમાં રસ્તા-રેલવે બ્લૉક કર્યા

Image
ખેડૂતોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કલાક રસ્તા રોકો જ્યારે ભારતી કિસાન યુનિયને રેલ રોકોની અપીલ કરી હતી Farmer Protest |  પંજાબના ખેડૂતોએ ચાલુ ખરીફ માર્કેટિંગ સીઝનમાં ડાંગરની ખરીદીમાં થઇ રહેલા વિલંબ બદલ રાજ્યમાં અનેક સ્થળોએ સડકો બ્લોક કરી હતી અને રેલવે ટ્રેક પર દેખાવો કર્યા હતાં.સંયુક્ત કિસના મોરચાએ બપોરે 12 થી 3 વાગ્યા સુધી રાજ્યવ્યાપી સડક નાકાબંદીની અપીલ કરી હતી. જ્યારે ભારતી કિસાન યુનિયન (એક્તા ઉગ્રાહાં)એ પણ ત્રણ કલાક માટે રેલ રોકો આંદોલનની અપીલ કરી હતી.

બાબા સિદ્દિકી મર્ડર કેસમાં છ આરોપીઓના નામ આવ્યા સામે, ત્રીજા આરોપીની થઈ ધરપકડ

Image
Baba Siddique Shot Dead in Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી લીધી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રવીણ લોનકરને દબોચી લીધો છે. આમ, અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા છે. તો આ કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓના નામ સામે આવ્યા છે.

યોગ્ય સિગ્નલ મળ્યું તો પણ કેવી રીતે માલગાડી સાથે ટ્રેન ટકરાઈ? ઘેરાતા રહસ્ય પર તપાસના આદેશ

Image
Chennai Train Accident News |  તમિલનાડુના ચેન્નાઇ પાસે મૈસુરૂ-દરભંગા એક્સપ્રેસ ટ્રેનની ટક્કર માલગાડી સાથે થઇ હતી. જેને કારણે ૨૦ જેટલા ડબા ખડી ગયા હતા. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક્સપ્રેસ ટ્રેનને અંતિમ સમયે જ ખોટા ટ્રેક પર ટ્રેન જતી રહી હતી. તેથી ટ્રેન સ્થળેથી પસાર થઇ જવાના બદલે માલગાડી સાથે ટકરાઇ ગઇ હતી. ટ્રેકમાં ખામી પણ જવાબદાર હોઇ શકે છે જોકે તેમ છતા ઉચ્ચસ્તરીય તપાસ ચાલી રહી છે.  

મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા, પોલીસે બે લોકોની કરી ધરપકડ

Image
Baba Siddique Murder : મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના વારસદાર બન્યા, જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત

Image
જામનગરના રાજવી પરિવાર માટે આજે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અને તેઓના વારસદાર તરીકે ભારતના ખ્યાતનામ પૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના જ સભ્ય એવા અજયસિંહજી જાડેજાને વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે  અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે.

'સંબંધ ત્યાં સુધી નહીં સુધરી શકે જ્યાં સુધી...', ભારતે પ્રધાનમંત્રીઓની બેઠકમાં ટ્રૂડોના દાવાને ફગાવ્યો

Image
India - Canada News : લાઓસમાં આસિયાન શિખર સંમેલન દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતે ભારતે આજે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના એ દાવાને ફગાવી દીધો હતો કે બેઠક દરમિયાન "કેનેડિયનોની સલામતી" પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ટ્રૂડો વચ્ચે વિએન્ટિયનમાં કોઈ નોંધપાત્ર ચર્ચા થઈ નથી." કેનેડાની ધરતી પર ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અંગે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, "ભારતને આશા છે કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં અને કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. હિંસા, ઉગ્રવાદ અને આતંકવાદની હિમાયત કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે, જે અત્યાર સુધી નથી કરાઈ.

મોટી ટ્રેન દુર્ઘટના : મૈસૂર-દરભંગા એક્સપ્રેસની માલગાડી સાથે ટક્કર, દુર્ઘટના બાદ ડબ્બામાં લાગી આગ

Image
Bhagmati Express Accident : બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

120 કિ.મી.ની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું, ફ્લોરિડામાં 4 લોકોનાં મોત, 32 લાખ ઘરોમાં વીજળી ડૂલ

Image
Florida Hurricane Miltan News |     ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટેમ્પા બે વિસ્તારથી દક્ષિણે 112 કિમીના અંતરે હરિકેન મિલ્ટન ગુરૂવારે સવારે કેટેગરી થ્રી વાવાઝોડાં તરીકે જોરદાર પવન અને વરસાદ સાથે ત્રાટકતાં ત્રણ જણાંના મોત થયા હતા અને 32 લાખ ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી.  ગવર્નર રોન સેન્ટિસે હજી દિવસો સુધી પાણીનું સ્તર વધવાથી વિનાશ વધવાની ચેતવણી આપી હતી. કેટલાક વિસ્તારોમાં 18 ઇંચ વરસાદ પડયો હતો અને સારાસોટા કાઉન્ટીમાં આઠથી દસ ફૂટ સુધી પાણીના મોજાં ઉછળ્યા હતા.   આ વાવાઝોડું હાલ ટેમ્પાને બદલે સહેજ ફંટાઇને  ફૂંકાતા પવનો સાથે હિલ્સ બોરો, પાઇનેલાસ અને સારાસોટા કાઉન્ટી પર ત્રાટકતાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઇ હતી. રોડ પર વૃક્ષો તુટી પડતાં, પુલો બંધ થઇ જતાં અને વીજળીના તારો પાણીમાં હોવાથી લોકોને કોઇ જોખમ લેવા સામે ચેતવણી અપાઇ હતી.

માત્ર 0.85 ટકા વોટના કારણે હરિયાણામાં પલટાઈ ગઈ બાજી, નાના માર્જિનથી ભાજપે કઈ રીતે મળી મોટી જીત?

Image
Haryana Election Result: હરિયાણા ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી હતી. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને આશરે સરખા જ મતો મળ્યા હતા. આ બંને પક્ષોને મળેલા મતોમાં વધારે અંતર નહોતું. ભાજપને 48 બેઠકો સાથે 39.94 ટકા મત મળ્યા હતા.

કેમેસ્ટ્રીનું નોબેલ સંયુક્ત રીતે ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન બમ્પરને મળશે

Image
- આ વર્ષનું રસાયણનું નોબેલ બે ભાગમાં અપાશે - બેકર કમ્પ્યુટેબલ પ્રોટિન ડિઝાઈન માટે જ્યારે હસાબિસ અને જમ્પર પ્રોટિન સ્ટ્રક્ચરની ભવિષ્યવાણી માટે સન્માનિત સ્ટોકહોમ : રસાયણ વિજ્ઞાનનું ૨૦૨૪નું નોબેલ ઇનામ ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જોન એમ જમ્પરને આપવામાં આવ્યું છે. આ વખતે આ ઇનામ બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. એક  હિસ્સામાં ડેવિડ બેકરને અને બીજામાં ડેમિસ હસાબિસ અને જોન એમ જમ્પરની જોડીને આપવામાં આવ્યું છે. ડેવિડ બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટિન ડિઝાઇન માટે ઇનામ મળ્યું છે.

રતન ટાટાનું નિધન: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતની મુલાકાતો વાગોળી, જુઓ શું કહ્યું

Image
Ratan Tata  Passed Away : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. રતન ટાટાએ 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

'...તો હવે ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવુ જોઈએ', દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુસ્સે થયા સાંસદ ગેનીબેન ઠાકોર

Image
Geniben Thakor : ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં 10 થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દરરોજ મહિલાઓ કે સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટના બને છે. વડોદરા, સુરેન્દ્રનગર, આણંદ, સુરત સહિતની ઘટનાને લઈને બનાસકાંઠાનાં કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં તેમણે રાજ્ય ગૃહમંત્રીના રાજીનામાંની માગ કરી છે. આ સાથે નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટને લઈને પણ ગેનીબેને આકરા પ્રહાર કર્યા.