ઈઝરાયલ સાથેનું યુદ્ધ હિઝબુલ્લાહને ભારે પડ્યું! લેબનોનમાં 20,00,000 લોકો વિસ્થાપિત થયા


Israel vs Hezbollah War Updates | લેબનોનમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ ના વડા નસરલ્લાહને ઠાર કરવામાં આવ્યા પછી નવા નીમાયેલા વડા હાશેમ સફીદ્દીનને પણ ઇઝરાયેલે ઠાર કર્યો હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલના હુમલા પછી તેનો સંપર્ક થઈ રહ્યો નથી. ઇઝરાયેલે ગુરુવારે રાત્રે બૈરુતના પરાવિસ્તારોમાં કરેલા હુમલામાં તે મૃત્યુ પામ્યો હોવાનું માનવામાં આવે છે. અંડરગ્રાઉન્ડેડ બંકરમાં સફીદ્દીનને નિશાન બનાવાયો હતો. 

ઇઝરાયેલના હુમલાના લીધે લેબનોનમાં 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે. લેબનોના બધા શરણાર્થીઓએ સીરિયામાં જવા માટે દોટ મૂકી છે. સીરિયા પહોંચેલો શરણાર્થીઓનો આંકડો ૨૦ લાખને વટાવી ગયો છે. તે યાદ રાખવું જરુરી છે કે લેબનોની કુલ વસ્તી જ 62 લાખ જેટલી છે. આમ તેની વસ્તીનો ત્રીજો હિસ્સો નિરાશ્રિત કે શરણાર્થી બની ગયો છે.  ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેણે ભૂમિ આક્રમણમાં અત્યાર સુધીમાં હિઝબુલ્લાહ ના 400થી વધારે આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમા પણ ૨૫૦થી વધુ આતંકવાદીઓને છેલ્લા ચાર દિવસમાં ઠાર કર્યા છે. આ ઓપરેશનમાં અત્યાર સુધી ઇઝરાયેલના 15 સૈનિકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિઝબુલ્લાહ ના કેટલાય રીજનલ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયેલે હવે તેના હુમલા ફક્ત દક્ષિણ લેબનોન સુધી જ સીમિત ન રાખતા ઉત્તર લેબનોન પર હુમલા કરવા માંડયા છે. તેના વળતા જવાબમાં હિઝબુલ્લાહ પણ ઇઝરાયેલ પર રોકેટમારો કરી રહ્યું છ. હિઝબુલ્લાહ ના રોકેટમારામાં ઇઝરાયેલના કેટલાય ઘરોને નુકસાન પહોંચ્યું છે. લોકો પોતાના ઘરના નુકસાનની ઇમેજ અને વિડીયો વાઇરલ કરી રહ્યા છે. ઇઝરાયેલે પહેલા જ વખત લેબનોનના ઉત્તરમાં હુમલો કર્યો હતો અને પેલેસ્ટાઇની શરણાર્થી કેમ્પને નિશાન બનાવ્યું હતું.લેબનોનના ઉત્તરમાં આવેલા શહેર ત્રિપોલી ખાતેની પેલેસ્ટાઇન રાહત શિબિર પર હુમલો કરીને ઇઝરાયેલે હમાસના એક કમાન્ડરને, તેની પત્ની અને બે પુત્રી સહિત ઉડાવી દીધો હતો. 

ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેણે હમાસના બે વરિષ્ઠ મિલિટરી લીડરોને લેબનોન પરના હુમલામાં ઉડાવી દીધા છે. ઇઝરાયેલે આ ઉપરાંત ઉત્તર અને સેન્ટ્રલ ગાઝામાં કુલ નવને ઉડાવી દીધા હતા. 

ઈરાનના એટમિક રીએકટર્સ સૌથી પહેલા નષ્ટ કરો : ટ્રમ્પની ઈઝરાયલને સલાહ

વોશિંગ્ટન : તમારે ઈરાન પર આડા-અવળા પ્રહારો કરવા જ ન જોઈએ. સીધા જ ઈરાનનાં એટમિક રીએકટર્સ ઉપર જ હુમલો કરો, આવી ભયંકર સલાહ અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને આપેલી સલાહથી માત્ર વૈશ્વિક રાજકારણીઓ, બુદ્ધિજીવીઓ જ નહીં પરંતુ વિજ્ઞાાનીઓ પણ આંચકો ખાઈ ગયા છે.

નક્કર વાસ્તવિકતા તે છે કે ઈરાને મૂર્ખતા કરી ઈઝરાયલ ઉપર મિસાઇલોનો વરસાદ વરસાવ્યો, તે પછી ઝનૂને ભરાયેલું ઈઝરાયલ શું કરશે તેની કરતાં શું નહીં કરે તેની ચિંતા સૌને કોરી ખાય છે, તેવામાં નોર્થ કેરોલિના સ્થિત અમેરિકાના મિલિટરી બેઈઝ પાસેનાં ફયાત્તેવિલેમાં ડોનાલ્ડ ટ્રમ્પને શહેરના ટાઉન હોલમાં આપેલા ભાષણમાં જ પૂછવામાં આવ્યું કે, તમો ઈઝરાયલ વિષે શું ધારો છો ? તેઓ (ઈઝરાયલ) ઈરાન ઉપર હુમલો કરશે કે નહીં ? ત્યારે તેના જવાબમાં આ પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે, 'તેઓ જ્યાં સુધી ઈરાનની પરમાણુ વ્યવસ્થા' (એટમિક રીએક્ટર્સ) ઉપર હુમલો ન કરે ત્યાં સુધી તેમના આક્રમણોનો કોઈ અર્થ જ નથી. વાસ્તવમાં તેમણે તેમજ કરવું જોઈએ રાઈટ ?

ઇરાનના પરમાણુ મથકો પર હુમલાને અમેરિકાનો ટેકો નથી : બાઈડેન

અમેરિકા પ્રમુખ બાઇડેનને પૂછવામાં આવ્યું કે, 'ઈઝરાયલ ઈરાનનાં પરમાણું સંસ્થાનો ઉપર હુમલો કરે કે કરવા માંગે તો તમો તેને ટેકો આપશો ?' ત્યારે બાયડેને કહ્યું, 'તેનો જવાબ છે ના, સ્પષ્ટ નાં.'

બાયડેને આ ઈનકાર એટલા માટે કર્યો હશે કે જો ઈરાનનાં 'એટમિક રીએકટર્સ' ઉપર હુમલો થાય તો તેમાંથી જે કિરણોત્સર્ગ (રેડીએશન્સ) બહાર પડે તેથી આસપાસના વ્યાપક વિસ્તારમાં રહેતા અસંખ્ય નિર્દોષ લોકો ઉપર તેની અતિ ગંભીર અસર થાય.આ સામે ટ્રમ્પની સીધી ગણતરી તે હશે કે જો ઈરાન પાસે એટમ બોમ્બ આવી જાય તો તે લાખો લોકોનો સંહાર કરી શકે માટે અત્યારે જ તેના એટમિક રીએક્ટરને તોડી પાડવું જોઈએ અને અન્ય લશ્કરી મથકોને બદલે તે સૌથી પહેલું તે તોડી પાડવું જોઈએ. .

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો